jodhpur jail/ દુષ્કર્મના આરોપી “આસારામ”ને હાઈકોર્ટમાંથી મળી રાહત…!

જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ ઘણા લાંબા સમયથી પોતાની સ્વાસ્થ્ય સારવારને લઈને ચિંતિત હતા.

Top Stories India
Asaram Bapu દુષ્કર્મના આરોપી "આસારામ"ને હાઈકોર્ટમાંથી મળી રાહત...!

રાજસ્થાન: સુરતની બે બહેનો સાથે દુષ્કર્મની ઘટનામાં મામલે જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ ઘણા લાંબા સમયથી પોતાની સ્વાસ્થ્ય સારવારને લઈને ચિંતિત હતા. આસારામ તરફથી આયુર્વેદ સારવાર માટેની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર કોર્ટે આસારામને સારવાર માટે મંજૂરી આપી દીધી છે. આસારામને જેલમાં જ આયુર્વેદિક સારવાર મળશે.

આસારામના પુત્ર નારાયણ સાંઈ તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ પ્રદીપ ચૌધરીએ નારાયણ સાંઈની અરજી દાખલ કરી હતી. અરજીમાં આસારામે આયુર્વેદિક સારવારની ગુહાર લગાવી હતી. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામની ઉંમર 85 વર્ષ છે. તે ઘણી બીમારીઓથી પણ પીડિત છે. જેના કારણે તેની સારવાર માટે આયુર્વેદિક સારવાર માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે.

જોધપુર જેલમાં સારી સારવાર મળી રહી છે!

અરજીનો વિરોધ કરતાં સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશીએ કહ્યું કે, આસારામને જેલમાં સંપૂર્ણ રીતે રૂટિન હેલ્થ ચેકઅપ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં નાની બીમારીઓ થઈ રહી છે. તેની એલોપેથિક પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ જેલ હોસ્પિટલનો રિપોર્ટ રજૂ કરતી વખતે એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આસારામની સારી સારવાર કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે આયુર્વેદિક સારવાર પણ કરવામાં આવશે.

આ સાથે નિર્ણય આપતા કોર્ટે કહ્યું કે, જો જરૂર પડશે તો સેન્ટ્રલ જેલના તબીબ અને અધિક્ષક સાથે પરામર્શ કર્યા બાદ આયુર્વેદિક સારવાર આપવામાં આવશે અને જો યોગ્ય જણાશે તો તેને જેલમાં જ તબીબી સુવિધા પૂરી પાડવામાં આવશે. કોર્ટે જેલ અધિક્ષકને આસારામની સારવાર માટે આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની મદદ લેવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: G20 Summit/ દિલ્હી બન્યું હોટ કેન્દ્ર, તમામની નજર ટકી છે ભારત મંડપમ પર

આ પણ વાંચો:G20 Summit/ G-20માં મહેમાનોનું સ્વાગત કરશે AI હેલો બોક્સ, જાણો શું છે ખાસ

આ પણ વાંચો: G20 Summit/ એરપોર્ટથી સીધા PM મોદીને મળશે જો બાયડન, ડિનર સાથે થઇ શકે છે આ મુદાઓ પર ચર્ચા