Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ,બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.

Top Stories India
8 2 2 જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ,બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ વિસ્તારમાં 1 થી 2 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સેનાએ આ વિસ્તારને હાલ ઘેરી લીધો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળાબાર ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.

કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે પુલવામાના લારો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. હાલ આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો હાજર છે.એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોને આસપાસના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસ અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.