Not Set/ GST કાઉન્સિલ બેઠકમાં થયો મહત્વનો નિર્ણય, TV-કોમ્પ્યુટર સહિતની આ વસ્તુઓ થઇ સસ્તી

નવી દિલ્હી, ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરાયેલા એક સમાન કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બાદ સમયાંતરે ટેક્સની પ્રણાલીને લઇ આંકલન કરવામાં આવે છે, ત્યારે હવે શનિવારે વધુ એકવાર GST કાઉન્સિલની બેઠક મળી છે. Finance Minister Arun Jaitley: Monitors and Television screens, Tyres, Power banks of Lithium-ion batteries have brought down from 28% to 18% slab. […]

Top Stories India Trending
GST COUNCIL GST કાઉન્સિલ બેઠકમાં થયો મહત્વનો નિર્ણય, TV-કોમ્પ્યુટર સહિતની આ વસ્તુઓ થઇ સસ્તી

નવી દિલ્હી,

૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરાયેલા એક સમાન કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બાદ સમયાંતરે ટેક્સની પ્રણાલીને લઇ આંકલન કરવામાં આવે છે, ત્યારે હવે શનિવારે વધુ એકવાર GST કાઉન્સિલની બેઠક મળી છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ બેઠકમાં ૨૨ વસ્તુઓને GSTના ૨૮ ટકામાંથી નીચા સ્લેબમાં લાવવામાં આવી છે, જેમાં ટીવી, કોમ્પ્યુટર અને મોનીટર, ટેલિવિઝન સ્ક્રીન, ટાયર, પાવર બેંક સહિતની વસ્તુઓ શામેલ છે.

બીજી બાજુ GSTના સૌથી ઉંચા સ્લેબમાં માત્ર હવે સીન ગુડ્સ અને લક્ઝરી પ્રોડક્ટ જ રાખવામાં આવી છે. આ સાથે જ હવે ૨૮ ટકાના સ્લેબમાં માત્ર ૨૮ પ્રોડ્કટ રાખવામાં આવી છે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, “મોટર વ્હીકલ પાર્ટ્સ અને સિમેન્ટની કિંમતોમાં ઘટાડો કરાયો નથી., જયારે ૧૦૦ રૂપિયાથી વધુની ફિલ્મની ટિકિટ પર લગતા GSTને ૨૮ ટકામાંથી ૧૮ % અને ૧૦૦ રૂપિયાથી નીચેની રકમની ટિકિટ પર ૧૨ ટકાનો GST ટેક્સ લાગુ કરાયો છે.

જયારે અન્ય ૩૩ વસ્તુઓને પણ ૧૮ ટકામાંથી ઘટાડી ૫ % અને ૧૨ % ના સ્લેબમાં લાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા હતા કે, ૯૯ ટકા જેટલી વસ્તુઓ અને સેવાઓને ૨૮ ટકાના સૌથી ઉંચા સ્લેબમાંથી બહાર રાખવામાં આવશે. હવે માત્ર ૧ ટકા જ આઈટમ પર ૨૮ % GST ડાયરામાં રખાશે.