કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્ષ 2014 થી વર્ષ 2016 દરમિયાન દેશભરમાં બળાત્કારના 1,10,333 મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ બુધવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. એમણે જણાવ્યું કે 2016માં બળાત્કારના 38,947 મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા. જયારે 2015માં 34,651 અને 2014માં 36,735 મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા.
એમણે જણાવ્યું કે 2014માં મહિલાઓ વિરુદ્ધ થયેલા અપરાધના 3,39,457 મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા. જયારે 2015માં 3,29,243 મામલાઓ અને 2016માં 3,38,954 મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા. એક અન્ય સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી એ કહ્યું કે 2015 થી 2017 દરમિયાન ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં 199 સુરક્ષાકર્મીઓ શહિદ થયા છે.
એમણે કહ્યું કે ઉગ્રવાદથી મુકાબલો કરવા માટે સરકારનો સમગ્ર દ્રષ્ટિકોણ છે જેમાં તેઓ વિભિન્ન ઉપાયોના માધ્યમથી રાજ્ય સરકારોના પ્રયાસોમાં સહાયતા કરે છે. આને લઈને એક રાષ્ટ્રીય નીતિ અને કાર્યયોજના બનાવવામાં આવી છે.