Not Set/ ચોમાસા દરમિયાન લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે થઇ શકે ખતરનાક સાબિત

અમદાવાદ તમે સામાન્ય રીતે તમારા ઘરના વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે ચોમાસા દરમિયાન લીલા શાકભાજીઓથી દૂર રહેવુ જોઈએ. આમ તો સામાન્ય રીતે લીલા શાકભાજી ખાવા એ સારી આદત ગણાય છે. પરંતુ તે ચોમાસા દરમિયાન ખાવા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વરસાદમાં ચોમાસા દરમિયાન મોટાભાગના સમયે વાદળછાયુ વાતાવરણ રહે છે, જેથી કરીને શાકભાજીના છોડોને […]

Health & Fitness Lifestyle
mahi thn ચોમાસા દરમિયાન લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે થઇ શકે ખતરનાક સાબિત

અમદાવાદ

તમે સામાન્ય રીતે તમારા ઘરના વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે ચોમાસા દરમિયાન લીલા શાકભાજીઓથી દૂર રહેવુ જોઈએ. આમ તો સામાન્ય રીતે લીલા શાકભાજી ખાવા એ સારી આદત ગણાય છે. પરંતુ તે ચોમાસા દરમિયાન ખાવા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

વરસાદમાં ચોમાસા દરમિયાન મોટાભાગના સમયે વાદળછાયુ વાતાવરણ રહે છે, જેથી કરીને શાકભાજીના છોડોને પુરતી માત્રામાં તડકો મળતો નથી. જેના પરિણામે આવા શાકભાજીઓમાં બેક્ટેરીયા અને કિટાણુઓ  થવાની શક્યતા વધી જતી હોય છે. ચોમાસા દરમિયાન આમ પણ બેક્ટેરીયાનો આતંક વધી જતો હોય છે. વાતાવરણમાં રહેલ પર્યાપ્ત મંદીના કારણે બેક્ટેરીયાઓની સંખ્યા અનેક ગણી વધુ ઝડપથી વિકસતી જતી હોય છે.

આવા સમયમાં લીલી શાકભાજીમાં બેક્ટેરીયા ખૂબ જ ઝડપથી પોતાની સંખ્યા વધારે કરે છે. જેથી ચોમાસામાં લીલી શાકભાજી ખાવાથી પેટ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે.  આ ઉપરાંત મોટાભાગની શાકભાજીઓ  પાણી ભરાયેલ વિસ્તારમાં અથવા કિચડમાં થતી હોય છે. જેથી કરીને આવી શાકભાજીમાં ચોમાસામા ઈન્ફેક્શનનો ખતરો પણ વધતો થતો હોય છે.

તેમજ બજારમાંથી આવતી શાકભાજી અનેક જગ્યાએ પસાર થઈને આવે છે. જેના કારણે તેની દુષિત થવાની આશકા પણ વધી જતી હોય છે. જેથી કરીને ચોમાસામાં આવી દુષિત શાકભાજી ખાવાનો મતલબ બિમારીઓને આમંત્રણ આપવા સમાન ગણવામાં આવે છે.  ચોમાસામાં સામાન્ય રીતે જોવા મળે છે કે, શાકભાજીનો રંગ ફીકો પડી જતો હોય છે. આવી સ્થિતિમાં મોટાભાગના દુકાનદારો વિવિધ ઈન્જેક્શનથી શાકભાજીનો રંગ લીલો રાખવા પ્રયત્ન કરે છે ત્યારે આ ઈન્જેક્શનના કેમિકલ પણ સ્વાસ્થ્ય માટે ખતરો સાબિત થઇ શકે છે.