Not Set/ Health Tips : નાસ્તો કરી રહ્યા છો, તો ન કરો આ ભૂલ

તમે સવારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરો છો અને બાદમાં તુરંત નાસ્તાની માંગ કરો છો. સવારે હેલ્દી નાસ્તો કરવાના અનેક ફાયદાઓ હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય. અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે […]

Health & Fitness Lifestyle
Morning Food Health Tips : નાસ્તો કરી રહ્યા છો, તો ન કરો આ ભૂલ

તમે સવારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરો છો અને બાદમાં તુરંત નાસ્તાની માંગ કરો છો. સવારે હેલ્દી નાસ્તો કરવાના અનેક ફાયદાઓ હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય.

અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમના આરોગ્ય માટે સારુ હોતુ નથી. અહી અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ નાસ્તામાં ન કરવો જોઈએ.

ચા કે કોફીમાં ન ભેળવો આ વસ્તુઓ

અનેક લોકો ચા કે કોફીમાં ફૈટી ક્રીમ મિક્સ કરી લે છે. તેનાથી ચા કે કોફી ખૂબ સ્વાદિષ્ટ થઈ જાય છે. પણ લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે ફૈટી ક્રીમને ન મિક્સ કરો. તેનાથી વજન વધવાનો ખતરો બન્યો રહે છે.

જમવામાં ન મિક્સ કરો વધુ મીઠુ

આમ તો મીઠાનો ઉપયોગ ખાવામાં એટલો જ કરવો જોઈએ જેટલો જરૂરી છે. વધુ મીઠાનો ઉપયોગ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ જ રીતે જયારે પણ નાસ્તો બનાવો તો ધ્યાન રાખો કે તેમા મીઠાનું પ્રમાણ વધુ ન હોય.

સવારે ન ખાશો પિજ્જા અને કેક

સવારે એવી વસ્તુઓનો નાસ્તો કરવો જોઈએ જે તમને આખો દિવસ એક્ટિવ બનાવી રાખે. અનેક લોકો સવારે ઉઠતા જ પિજ્જા કે કેકનું સેવન કરવા માંડે છે. નાસ્તામાં આ બધી વસ્તુઓ ખાવાથી લોકોએ હંમેશા બચવુ જોઈએ.

નાસ્તો કરતી વખતે આ કામ ન કરશો

જ્યારે પણ નાસ્તો કરો તો યાદ રાખો કે તમારુ ધ્યાન ફક્ત નાસ્તામાં જ રહે. નાસ્તા સાથે ટીવી કે ફિલ્મો ન જોવી જોઈએ. તેનાથી તમારુ ધ્યાન નાસ્તા પર નહી રહે. તેવામાં તમે સારી રીતે નાસ્તો નહી કરી શકો. બની શકે છે કે તમે વધુ નાસ્તો કરી બેશો જે તમારા પેટમાં ગડબડ ઉભી કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.