Vadodara news/ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષમાં પ્રવેશ મામલે તબીબ સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

વડોદરામાં શહેરના તબીબ સાથે 80 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. તબીબ સાથે પુત્રીને પ્રવેશ અપાવવાના બહાને ઠગાઇ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 04 10T130228.365 પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષમાં પ્રવેશ મામલે તબીબ સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

વડોદરા : શહેરના તબીબ સાથે 80 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. તબીબ સાથે પુત્રીને પ્રવેશ અપાવવાના બહાને ઠગાઇ કરવામાં આવી હતી. હૈદરાબાદના એક ડોક્ટર દ્વારા વડોદરાના તબીબને તેમની પુત્રીને મેડિકલ કોર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશના બહાને 80 લાખ રૂપિયા માંગ્યા હતા. હૈદરાબાદના તબીબે રૂપિયા લીધા બાદ તબીબનું પુત્રીનું એડમિશન ના કરાવી આપતા છેતરપિંડી કરતા ડોક્ટરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મજુબ વડોદરાના તબીબ જે માંજલપુર વિસ્તારની નંદીગ્રામ સોસાયટીમાં રહે છે. નંદીગ્રામમાં રહેતા ડોક્ટર રાજેશ મારકંડ રાણે મકરપુરામાં ત્રણ લોકો સામે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી. ડો.રાજેશ મારકંડની ફરિયાદ મુજબ શુભાંગીની બેન સંપત અને સિદ્ધાર્થભાઈ ગેહલોત તથા તારાસીંગ નામના શખ્સ આ ત્રણેય સાથે મળીને તેમની સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. આ લોકોએ તેમની પુત્રીના પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ કોર્ષમાં લીગલ રીતે એડમીશન અપાવશે તેવી ખાતરી આપતા ફી પેટે તેમની પાસેથી રોકડા રૂપિયા તેમજ આંગડીયા પેઢી મારફતે પણ R.T.G.Sથી કુલ 80 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લીધા બાદ આ ત્રણેય શખ્સ તેમની પુત્રને પ્રવેશ ના અપાવતા તેમની પાસે રૂપિયા પરત માંગ્યા હતા.

વડોદરાના ડોક્ટર રાજેશ દ્વારા વારંવાર માંગણી કરવા છતાં હૈદરાબાદના ત્રણ શખ્સ શુભાંગીની બેન સંપત અને સિદ્ધાર્થભાઈ ગેહલોત તથા તારાસીંગ સામે છેતરપિંડીની મકરપુરામાં ફરિયાદ નોંધાવી. તબીબે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ ફરિયાદ પર કાર્યવાહી કરતા તાજેતરમાં હૈદરાબાદના ડો.શુભાંગિ સંપતની અટકાયત કરી છે. તેમની પૂછપરછ બાદ આ ગુનામાં સામેલ અન્ય આરોપીની પણ અટકાયત કરવામાં આવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો