Not Set/ શિરડીનાં સાઈ મંદિરમાં ભક્તોએ મન મૂકીને કર્યુ દાન, ગત વર્ષનો તૂટ્યો રેકોર્ડ

સાંઇ બાબાનાં ભક્તોની સંખ્યા વિશ્વભરમાં ખૂબ વધારે છે. અહીં દર વર્ષે કરોડો ભક્તો બાબાનાં દર્શનાર્થે આવે છે. અહીં કરોડોનું દાન મળવું એક સામાન્ય વાત બની ગઇ છે. પરંતુ આ વર્ષે સાંઇ દરબારમાં દાન આપવાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જો આંકડાઓની માનીએ તો વર્ષ 2019 માં બાબાનાં દરબારમાં 287 કરોડ 6 લાખ 85 હજાર રૂપિયા […]

Top Stories India
SAI BABA શિરડીનાં સાઈ મંદિરમાં ભક્તોએ મન મૂકીને કર્યુ દાન, ગત વર્ષનો તૂટ્યો રેકોર્ડ

સાંઇ બાબાનાં ભક્તોની સંખ્યા વિશ્વભરમાં ખૂબ વધારે છે. અહીં દર વર્ષે કરોડો ભક્તો બાબાનાં દર્શનાર્થે આવે છે. અહીં કરોડોનું દાન મળવું એક સામાન્ય વાત બની ગઇ છે. પરંતુ આ વર્ષે સાંઇ દરબારમાં દાન આપવાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જો આંકડાઓની માનીએ તો વર્ષ 2019 માં બાબાનાં દરબારમાં 287 કરોડ 6 લાખ 85 હજાર રૂપિયા દાન ચઢાવવામાં આવેલ છે. તેમાં 19 કિલો સોનું અને લગભગ 392 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.

Image result for shirdi sai baba temple darshan

વળી, ગયા વર્ષ કરતા આ વખતે ભક્તોની સંખ્યા ઓછી રહી છે. પરંતુ દાન આપવાનો આંકડો ગત વર્ષ કરતા 2 કરોડ રૂપિયા વધુનો રહ્યો છે. જો કે આ વખતે સોનાની વસ્તુઓનું દાન ઓછું રહ્યું છે. મંદિર વહીવટી તંત્રનું કહેવું છે કે, આ વર્ષે દાન પેટીમાં 156 કરોડ 49 લાખ 2,350 રૂપિયાનું ગુપ્ત દાન આવ્યું હતું, દાન કાઉન્ટર પર દાન તરીકે 60 કરોડ 84 લાખ 8 હજાર 590 રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે ચેક અને ડીડી દ્વારા 23 કરોડ 35 લાખ 90 હજાર 409 રૂપિયા દાનમાં આવ્યા છે.

Image result for shirdi sai baba temple darshan

આ સાથે મનિઓર્ડર દ્વારા પણ લોકોએ દાન આપ્યું છે. આ દ્વારા મંદિરને 2 કરોડ 17 લાખ 83 હજાર 515 રૂપિયા દાન મળ્યું છે. લોકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દાન આપ્યું છે. શિરડી મંદિરમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 17 કરોડ 59 લાખ 11 હજાર 424 રૂપિયા ભેંટ કરવામાં આવ્યા છે. આ સાથે 16 કરોડ 2 લાખ 51 હજાર 606 રૂપિયાનું ઓનલાઇન ચુકવણી પણ મળી છે. સોનાની વાત કરીએ તો બાબાને ભેટ રૂપે 19048.860 ગ્રામ (19.05 કિગ્રા) સોનું, ચાંદી 391757.470 ગ્રામ (391.8 કિગ્રા) ચાંદી મળી છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.