Not Set/ હવે તમે ફ્રીમાં નહીં જોઈ શકો વિડીયો/ફોટો, Instagram યૂઝર્સે ચૂકવવા પડી શકે છે દર મહિને ₹89

ફોટો શેરિંગ પ્લેટફોર્મ  મોડલને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં યૂઝર્સને કન્ટેન્ટ ક્રિએટર્સની સ્ટોરીઝ અથવા અન્ય કન્ટેન્ટ જોવા માટે રૂપિયા ચૂકવવા પડી શકે છે.

Top Stories Tech & Auto
Untitled 146 હવે તમે ફ્રીમાં નહીં જોઈ શકો વિડીયો/ફોટો, Instagram યૂઝર્સે ચૂકવવા પડી શકે છે દર મહિને ₹89

ઈન્સ્ટાગ્રામ આમ તો હંમેશાથી લોકપ્રિય રહ્યું છે પરંતુ જ્યારથી ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારથી સોશિયલ મીડિયા યૂઝર્સ Reels તરફ વળ્યા છે. ત્યારે કહી શકાય કે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્ઝ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે. આ પ્લેટફોર્મને વધુ સારું બનાવા માટે અને યૂઝર્સનો અનુભવ બમણો કરવા માટે કંપની એક પછી એક અનેક ફીચર્સ આપી રહી છે. હવે ઈન્સ્ટાગ્રામ એવા ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે જે તમને ચોંકાવી શકે છે.

આ પણ વાંચો ;સ્થાનિક પ્રશાસને લીધો મોટો નિર્ણય / આ રાજયમાં વેક્સીનેશન વિના નહિ મળે પેટ્રોલ, ગેસ અને રાશન

ફોટો શેરિંગ પ્લેટફોર્મ  મોડલને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં યૂઝર્સને કન્ટેન્ટ ક્રિએટર્સની સ્ટોરીઝ અથવા અન્ય કન્ટેન્ટ જોવા માટે રૂપિયા ચૂકવવા પડી શકે છે. ઈન્સ્ટાગ્રામ સબસ્ક્રીપ્શન ઈન-એપ ખરીદારી માટે એપ સ્ટોર પર લિસ્ટેડ છે.એસમાં ઈન્સ્ટાગ્રામ સબસ્ક્રીપ્શનને 0.99 ડોલથી 4.99 ડોલરની વચ્ચે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ પરથી સંકેત મળી છે કે, સબસ્ક્રાઈબ કરવા માટે યૂઝર્સને અલગ-અલગ લેવલ અપાઈ શકે છે. આગામી સમયમાં સબસ્ક્રીપ્શન મોડલ વિશે વિગતે જાણકારી મળી શકે છે.

આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

ભારતમાં ઈન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગમાં ‘ઈન્સ્ટાગ્રામ સબસ્ક્રીપ્શન’ લિસ્ટેડ છે અને તેના માટે દર મહિને 89 રૂપિયા ચૂકવવા પડશે તેમ કહેવાઈ રહ્યું છે. અગાઉ ઈન્સ્ટાગ્રામ એપ સ્ટોર લિસ્ટિંગમાં માત્ર 89 રૂપિયાથી 449 રૂપિયાથી શરૂ થનારી ઈન-એપ ખરીદી રૂપે બેજમાં સામેલ કરાયા હતા.ઈન્સ્ટાગ્રામ સબસ્ક્રીપ્શન ઉપરાંત ફોટો શેરિંગ પ્લેટફોર્મ ફેન-ક્લબ ફીચર્સ સહિત કેટલીક ખાસ બાબતો પર કામ કરી રહ્યું છે. આનો ઉદ્દેશ ક્રિએટર્સ જ છે. જૂનમાં ક્રિએટર વીક દરમિયાન બોલતી વખતે મોરીસે ત્રણ પ્રકારો વિશે સંકેત આપ્યા હતા. આ ત્રણ પ્રકાર ક્રિએટર્સને મોનિટાઈઝ કરવામાં મદદ કરશે. મર્ચન્ડાઈઝ અને એફિલિએટ માર્કેટિંગ, એડ રેવન્યૂ શેર અને ટિપ્સ અથવા બેજનો સમાવેશ થાય છે.