Ukraine/ USનો સાથ ન મળતા દુ:ખી યુક્રેનનાં રાષ્ટ્રપતિએ કહ્યું, અમે કાલે પણ એકલા લડી રહ્યા હતા અને આજે પણ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વિશ્વમાંથી યુક્રેનને સમર્થન ન મળવાથી દુઃખી છે. તેમણે 25 ફેબ્રુઆરીની સવારે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, યુક્રેન તેની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે શક્ય તેટલું બધું કરશે.

Top Stories World
ukraine

યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનની રાજધાની કિવને ઘેરી લીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વિશ્વમાંથી યુક્રેનને સમર્થન ન મળવાથી દુઃખી છે. તેમણે 25 ફેબ્રુઆરીની સવારે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, યુક્રેન તેની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે શક્ય તેટલું બધું કરશે.

આ પણ વાંચો:રશિયા પર હુમલાની પરવાનગી માટે અમેરિકા પહોચ્યું UNSCમાં, જાણો શું કહ્યું?

અમે પહેલા પણ એકલા હતા અને આજે પણ

ઝેલેન્સકીએ કહ્યું છે કે, અમે ગઈ કાલે એકલા હાથે દેશનો બચાવ કરતા હતા અને આજે પણ એકલા લડી રહ્યા છીએ. ગઈકાલની જેમ, વિશ્વની સૌથી શક્તિશાળી શક્તિઓ દૂરથી જોઈ રહી છે. શું ગઈકાલે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોએ રશિયાને અટકાવી દીધું હતું? આપણે આપણા આકાશમાંથી સાંભળીને અને જમીન તરફ જોઈને કહી શકીએ છીએ કે લાદવામાં આવેલા પ્રતિબંધો પૂરતા નથી.

બિડેને કહ્યું કે, અમેરિકા સૈનિકો મોકલશે નહીં

આપને જણાવી દઈએ કે, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, તે યુક્રેનમાં અમેરિકન સૈનિકોને લડવા માટે નહીં મોકલે. જો બિડેને કહ્યું છે કે, રશિયનો ભલે લડવા માટે તૈયાર હોય પરંતુ અમેરિકા લડવા તૈયાર નથી. એટલું જ નહીં, બિડેને યુક્રેનમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને બચાવવા માટે સૈનિકો મોકલવાની પણ ના પાડી દીધી છે.

રશિયાએ યુક્રેનમાં 70 સૈન્ય મથકોને નષ્ટ કર્યા!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેન બોર્ડર પર લગભગ બે લાખ સૈનિકો તૈનાત કર્યા છે. રશિયાએ 23 ફેબ્રુઆરીની મોડી રાતથી યુક્રેન પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવી દીધું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયા યુક્રેનની સૈન્ય માળખાગત સુવિધાઓ, હવાઈ સંરક્ષણ સુવિધાઓ, લશ્કરી એરફિલ્ડ્સ અને યુક્રેનિયન વિમાનોને નિશાન બનાવી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેણે યુક્રેનના હવાઈ સંરક્ષણ અને હવાઈ મથકોને નિષ્ક્રિય કરી દીધા છે અને રશિયન સૈન્યએ 70 થી વધુ લશ્કરી થાણાઓનો નાશ કર્યો છે.

આ પણ વાંચો:એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો:નવાબ મલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ, 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં છે