Not Set/ અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત

રિપબ્લિક ટીવીનાં સંપાદક અર્ણબ ગોસ્વામી, જેમને ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉકસાવવાનાં મામલે ધરપકડ કરાઈ હતી, તેમને બુધવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાનાં જામીન અરજી પર સુનાવણી કરતા તેમને જામીન આપ્યા હતા. રિપબ્લિક ટીવીનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં જામીન મળી ગયા […]

Top Stories India
asdq 27 અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત

રિપબ્લિક ટીવીનાં સંપાદક અર્ણબ ગોસ્વામી, જેમને ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉકસાવવાનાં મામલે ધરપકડ કરાઈ હતી, તેમને બુધવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાનાં જામીન અરજી પર સુનાવણી કરતા તેમને જામીન આપ્યા હતા.

રિપબ્લિક ટીવીનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં જામીન મળી ગયા છે. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે, ગોસ્વામીની આંતરીક જામીન માટેની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં કેસમાં ઈન્ટિરિયર ડિઝાઇનર અને તેમની માતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકાયો હતો. ગોસ્વામીએ 9 નવેમ્બરનાં બોમ્બે હાઈકોર્ટનાં આદેશને પડકાર્યો છે જેમા તેમને અને અન્ય બે આરોપીઓ – ફિરોઝ શેખ અને નીતીશ સારાદાને વચગાળાનાં જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યુ હતુ કે – તેમા અમારા અસાધારણ અધિકારનો ઉપયોગ કરવા માટે કોઈ કેસ બનતો નથી. અર્ણબ અને અન્ય આરોપીઓએ વચગાળાનાં જામીન માટે તેમજ આ કેસમાં તપાસ સ્થગિત રાખવા અને તેમની સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટને વિનંતી કરી હતી. આપને જણાવી દઇએ કે, અગાઉ બોમ્બે હાઈકોર્ટે તેમની જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે રાહતની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કયા મામલે થઇ અર્ણબ ગોસ્વામીની ધરપકડ

ઈન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાયક (53) અને તેમની માતા કુમુદ નાયકે 5 મે, 2018 નાં રોજ તેમના ફાર્મહાઉસમાં આત્મહત્યા કરી હતી. ત્યાં મળી આવેલી સ્યુસાઇડ નોટ્સમાં, અન્વયે ગોસ્વામી, ફિરોઝ અને નીતેશ પર બાકીનાં નાણા રૂ.5.40 કરોડ નહી ચુકાવવાનો આરોપ લગાવતા આત્મહત્યા માટે મજબૂર હોવાનુ જણાવ્યુ હતુ. આ કેસમાં કાર્યવાહી કરતા બુધવારે સવારે મહારાષ્ટ્ર સીઆઈડીએ તેમના ઘરે જઇને ગોસ્વામીની ધરપકડ કરી હતી. આ મામલે ખૂબ ચર્ચા થઈ રહી છે.