ગુજરાત/ અમદાવાદીઓ સાવધાન! ગજાનંદ પૌંઆના ઉપમામાંથી નીકળ્યો વંદો અને પછી ગ્રાહકે જે કર્યું…..

અમદાવાદ શહેરમાં જ બીજી આવી ઘટના જોવા મળી છે. ગ્રાહકે અમદાવાદમાં પૌંઆ માટેનું પ્રસિદ્ધ હાઉસ ગજાનંદ પૌંઆમાંથી ઉપમાનો ઓર્ડર કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 53 અમદાવાદીઓ સાવધાન! ગજાનંદ પૌંઆના ઉપમામાંથી નીકળ્યો વંદો અને પછી ગ્રાહકે જે કર્યું.....

Ahmedabad News: હજુ જીવાત નીકળવાની ઘટનાને 24 કલાક પણ નથી થયાંને અમદાવાદ શહેરમાં જ બીજી આવી ઘટના જોવા મળી છે. ગ્રાહકે અમદાવાદમાં પૌંઆ માટેનું પ્રસિદ્ધ હાઉસ ગજાનંદ પૌંઆમાંથી ઉપમાનો ઓર્ડર કર્યો હતો. જેમાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

દિનપ્રતિદિન ભોજનમાં ભેળસેળના વધતા જતાં કિસ્સા વચ્ચે શહેરની જાણીતા પૌંઆ હાઉસમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતા એક ગ્રાહકને પંચવટી ખાતે આવેલા ગજાનંદ પૌંઆ હાઉસમાંથી બ્રેકફાસ્ટ મંગાવવાનો કડવો અનુભવ થયો છે. આ ઘટનાને પગલે ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

અગાઉ ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર મંગાવતા ઈયળ નીકળી હતી. જેની વિરૂદ્ધ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે જેમ જેમ હોટલ, રેસ્ટોરન્ટ, કૅફે વગેરે વધતા જાય છે તેમ તેમ ભેળસેળ, નકલી ખાદ્ય ઉત્પાદનો તેમજ અખાદ્ય કહી શકાય તેવો ખોરાક (ભોજન) ગ્રાહકોને પીરસાઈ રહ્યો છે. જેને પગલે તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે.

થોડા દિવસો અગાઉ ફેમસ બ્રાન્ડ લા પિનોઝ પિઝામાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ થયો હતો. તે સિવાય બીજી એક રેસ્ટોરન્ટ ટોમેટોઝ કેરી ઑનમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં માધવ ડ્રાયફ્રૂટ્સમાંથી ગ્રાહકે ડ્રાયફ્રૂટ્સ ખરીદતા તેમાં ઈયળ જોવા મળી હતી. આ સિવાય પણ રાજ્યના અન્ય શહેરોમાં પણ રેસ્ટોરન્ટ્સની આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.

ભોજન પ્રત્યેની ગંભીર બેદરકારી સતત સામે આવતાં જવાબદાર અધિકારીઓ ગાઢ નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: