26 જાન્યુઆરી/ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ :  CISF સુરક્ષા દળ કર્તવ્ય પથ પર કરશે પરેડ, પ્રથમ વખત CISFનું સમગ્ર પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં

CISF સુરક્ષા દળમાં 148 મહિલાઓ છે અને તેમના બેન્ડમાં 84 મહિલાઓ પણ હશે. આ પહેલીવાર છે જ્યારે CISFનું સમગ્ર પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં છે. 

Top Stories India
Mantay 44 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ :  CISF સુરક્ષા દળ કર્તવ્ય પથ પર કરશે પરેડ, પ્રથમ વખત CISFનું સમગ્ર પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં

દેશમાં 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) મહિલા સુરક્ષા દળ પરેડ કરશે. CISF ટુકડીમાં 148 મહિલાઓ છે અને તેમના બેન્ડમાં 84 મહિલાઓ છે. હાલમાં CISFમાં કુલ 170000 લોકો છે.  જેમાં લગભગ 10 હજાર મહિલાઓ છે અને તેની કમાન પણ એક મહિલાના હાથમાં છે. રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી નીના સિંહને CISFના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ 2021થી CISFમાં છે. તેમની નિવૃત્તિ સુધી તેઓ આ પદ પર ચાલુ રહેશે.

Capture 18 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ :  CISF સુરક્ષા દળ કર્તવ્ય પથ પર કરશે પરેડ, પ્રથમ વખત CISFનું સમગ્ર પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં

દેશની રાજધાની દિલ્હીમાં આ દિવસે કર્તવ્ય પથ પર પરેડ અને વિવિધ રાજ્યની ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. આ વર્ષનો ગણતંત્ર દિવસ દેશ માટે વધુ મહત્વનો બની રહેશે. કારણ કે ગણતંત્ર દિવસ પર નારી શક્તિના પ્રતિક સમા એવા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) સુરક્ષાદળની પરેડ જોવા મળશે. આ બાબત એટલા માટે વધુ મહત્વની છે કેમકે એવું પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે સમગ્ર દળનું નેતૃત્વ મહિલા કરી રહી હોય.

વાસ્તવમાં, CISFની રચના 1968માં એક અલગ હેતુ માટે કરવામાં આવી હતી. આ દળ જાહેર ક્ષેત્રની કંપનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હતું. પરંતુ સમય સાથે CISFની જવાબદારીઓ વધી છે. વર્ષ 2000માં સીઆઈએસએફને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી મળી હતી. 2001માં તેને દિલ્હીમાં સરકારી ઈમારતની સુરક્ષાનું કામ મળ્યું. 2002માં તાજમહેલની સુરક્ષાની જવાબદારી પણ CISFને આપવામાં આવી હતી. 2007થી દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ CISF પાસે આવી.

cisf bcc 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ :  CISF સુરક્ષા દળ કર્તવ્ય પથ પર કરશે પરેડ, પ્રથમ વખત CISFનું સમગ્ર પ્રતિનિધિત્વ મહિલાઓના હાથમાં

આજે, સીઆઈએસએફને અન્ય ઘણી મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષાનું ધ્યાન રાખવું પડે છે. હવે એરપોર્ટ સિવાય તેમણે એટોમિક એનર્જી, સ્પેસ ઈન્સ્ટોલેશન, સી પોર્ટ, સ્ટીલ પ્લાન્ટ, કોલ ફિલ્ડ, થર્મલ પ્લાન્ટ, ડિફેન્સ પ્રોડક્શન યુનિટ, ઐતિહાસિક ઈમારતો, જગ્યાઓ, ખાતર અને કેમિકલ અને નોટ પ્રિન્ટિંગ પ્રેસની જવાબદારી પણ સંભાળવાની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:એકનાથ શિંદેનું જૂથ પહોંચ્યું બોમ્બે હાઈકોર્ટમાં, ઉદ્ધવ જૂથના ધારાસભ્યોની વધી શકે છે મુશ્કેલી