Gandhinagar/ ‘છેલ્લાં 3 વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6.83 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 1465 કરોડથી વધુની શિષ્યવૃત્તિ અપાઈઃ’ આદિજાતિ મંત્રી કુબેર ડીંડોર

વિધાનસભા ગૃહમાં આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે કહ્યુ કે, રાજ્યમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં 3 વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6.83 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 1465 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી. રાજ્યમાં વર્ષ 2022-23 તથા 2023-24માં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2024-25થી બંધ કરવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તા. 28 ઑક્ટોબર, 2024ના ઠરાવથી વર્ષ 2024-25ના વર્ષથી આ યોજના હેઠળ માત્ર મેનેજમેન્ટ ક્વોટા હેઠળ અપાતી શિષ્યવૃત્તિ યોજના બંધ કરવામાં આવી છે. જ્યારે એ પહેલાં વર્ષ 2022-23 તથા 2023-24માં પ્રવેશ મેળવનારા મેનેજમેન્ટ ક્વોટા સહિત તમામ ક્વોટાના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જેથી આવા એક પણ વિદ્યાર્થીના અભ્યાસને અસર થશે નહીં, તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ અંગે મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા SSC પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ કે જેઓની માતા-પિતા વાલીની વાર્ષિક આવક રૂ.2.50/- લાખ સુધીની હોય તેઓને આ યોજના હેઠળ 75:25ના ધોરણે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સામાન્ય વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ.2.50 લાખ નિયત કરવામાં આવી છે. જ્યારે રૂ.2.50 લાખથી વધુ કૌટુંબિક આવક ધરાવતી કન્યાઓ માટે વર્ષ 2008થી રાજ્ય સરકાર દ્વારા ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ અન્વયે શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.

દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તા. 01 એપ્રિલ, 2022ની અસરથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને રાજય સરકાર દ્વારા તા.28 ઑક્ટોબર, 2024ના ઠરાવ મુજબ મેનેજમેન્ટ ક્વોટા સંદર્ભેની સૂચનાઓના કારણે નવા વર્ષમાં પ્રવેશ મેળવેલા આદિજાતિના વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે વિધાર્થીઓના હિતને ધ્યાને રાખી, રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના તા. 25 એપ્રિલ, 2024 ના પત્રથી શૈક્ષણિક વર્ષ 2022-23 તથા 2023-24માં પ્રવેશ મેળવનારા તમામ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તથા વધુ આવક ધરાવતી કન્યાઓ માટે પણ જૂની ગાઇડલાઇન પ્રમાણે ચૂકવણું કરવા મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટાની વિગતો આપતાં મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા તા. 17 ડિસેમ્બર, 2019ના નોટિફિકેશનથી પ્રોફેશનલ ટેકનિકલ કોર્ષ ચલાવતી બિન- અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 50% સરકારી ક્વોટા, જ્યારે 15% NRI ક્વોટા સહિત 50 % બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે નિયત કરવામાં આવે છે.  આ જ પ્રકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. 12 જૂન, 2018ના નોટિફિકેશનથી પ્રોફેશનલ નર્સિંગ અને અલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્ષ ચલાવતી બિન-અનુદાનિત કૉલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 75% સરકારી ક્વોટા, જ્યારે 15 % NRI ક્વોટા સહિત 25% બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે નિયત કરવામાં આવી છે. જે અંતર્ગત, સ્વનિર્ભર સંસ્થાઓમાં ચાલતા પ્રોફેશનલ ટેકનિકલ અને મેડિકલ/પેરામેડિકલ કોર્ષમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા સરકારી બેઠકો, મેનેજમેન્ટ બેઠકો અને NRI બેઠકોની અલગ-અલગ ફી નિયત કરવામાં આવે છે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આપવામાં આવતાં ફ્રી શીપ કાર્ડ અંગે વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ વિદ્યાર્થીઓ ફી ભર્યા સિવાય કૉલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014-15થી કૉલેજને બાંહેધરી તરીકે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22માં 32,914 વિદ્યાર્થીઓને રૂ.221.43 કરોડ, વર્ષ 2022-23માં 36,818 વિદ્યાર્થીઓને રૂ.129.58 કરોડ, જ્યારે વર્ષ 2023-24માં 28,804 વિદ્યાર્થીઓને રૂ.271.51 કરોડની રકમની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

જે અંતર્ગત વર્ષ 2021-22માં 8,178 વિદ્યાર્થિનીઓને રૂ.68.99 કરોડ, 2022-23માં 6,412 વિદ્યાર્થિનીઓને રૂ.71.84 કરોડ, 2023-24માં 4,852 વિદ્યાર્થિનીઓને રૂ.62.63 કરોડ એમ છેલ્લાં 3 વર્ષમાં કુલ 19,442 વિદ્યાર્થિનીઓને રૂ.203.47 કરોડની રકમની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે તેમજ ચાલુ વર્ષ 2024-25માં 3,356 વિદ્યાર્થિનીઓને રૂ.59.48 કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે અને હાલ પણ ચૂકવણીની પ્રક્રિયા ચાલું છે તેમ મંત્રી ડીંડોરે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BJP ના મંત્રી ભીખુસિંહ પુત્ર અને પૌત્રની મારામારી મામલે રહ્યા મૌન, ‘જય શ્રી રામ’ કહી રવાના

આ પણ વાંચો: ‘મનરેગા યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં કુલ 7.46 લાખથી વધુ રોજગારી’, ગ્રામવિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ

આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 12,389 કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ