Not Set/ સુરત : BRTS રૂટમાં કાર હાંકનાર PIનો વિડીઓ વાઈરલ થયા બાદ કરાયા સસ્પેન્ડ

સુરત, દેશના બંધારણમાં તમામ વર્ગના લોકો કોઈ રાજકીય પાર્ટીના આગેવાન હોય, પોલીસના કર્મચારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય પણ તમામ માટે કાયદો સમાન હોય છે. દેશમાં કેટલીકવાર બનાવ બનતા હોઈ છે કે સામાનની સુરક્ષા કરતા પોલીસના જવાનો કે રાજકીય નેતાઓ જયારે કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે કોઈ સજાપાત્ર ગુનો નોધતો નથી પણ કોઈ સામાન્ય વ્યક્તિ […]

Top Stories

સુરત,

દેશના બંધારણમાં તમામ વર્ગના લોકો કોઈ રાજકીય પાર્ટીના આગેવાન હોય, પોલીસના કર્મચારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય પણ તમામ માટે કાયદો સમાન હોય છે. દેશમાં કેટલીકવાર બનાવ બનતા હોઈ છે કે સામાનની સુરક્ષા કરતા પોલીસના જવાનો કે રાજકીય નેતાઓ જયારે કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે કોઈ સજાપાત્ર ગુનો નોધતો નથી પણ કોઈ સામાન્ય વ્યક્તિ ઉલ્લંઘન કરે તો તેને ધમકાવવામાં આવે કે તેને સજા થતી હોય છે. ત્યારે આ ઘટનાની બિલકુલ વિરુધ સુરતનો એક ઉદાહરણરૂપ મામલો સામે આવ્યો છે.

સુરતમાં ટ્રાફિક શાખાના પીઆઇ એમ.આર. નકુમે કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું અને બીઆરટીએસ ટ્રેકમાં પોતાની ગાડી ચલાવી રહ્યા હતા અને એક જાગૃત નાગરિક તેઓને કાયદા અંગે જણાવી રહ્યો હોય એવો વિડીયો વાઇરલ થયો છે. જો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ થયા બાદ સુરત પોલીસે કાર્યવાહી કરતા શુકવારે ટ્રાફિક શાખાના પીઆઇ નકુમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હકીકતમાં, કોઇ જાગૃત સ્થાનિકે પીઆઇ નકુમ જ્યારે બીઆરટીએસ ટ્રેકમાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોક્યા હતા અને કાયદો યાદ કરાવ્યો હતો. આ જાગૃત નાગરિકે પીઆઇ નકુમને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, જ્યારે કોઇ સામાન્ય નાગરિક બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવે ત્યારે તમે કોર્ટમાં દંડ ભરાવો છે એ કહી તેઓને કાયદાના જ્ઞાન અંગે જણાવ્યું હતું. જો કે ત્યારબાદ પીઆઇ નકુમ મારે ઇમરજન્સી છે મારે જવું પડશે તેવું રટણ કરીને ત્યાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો ખુબ જ ઝડપથી સોશિયલ  મીડિયામાં પણ વાઈરલ થયો હતો.