Not Set/ વડોદરા: ગણતરીની મિનિટોમાં જ મહિલાઓએ કરી લીધી લાખોની ચોરી

વડોદરા, વડોદરામાં જાણીતા ગોલ્ડ શો-રૂમમાં ખરીદીના બહાને આવેલી મહિલાઓએ ગણતરીની મિનિટોમાં જ રૂ. 4.38 લાખની કિંમતની સોનાની બંગડીઓ સેરવી લઈને પલાયન થઈ ગઈ હતી. મહિલાઓ ખરીદીના બહાને શો-રૂમમાં ગઈ હતી. તેમજ સોનાની બંગડીઓ ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. જેથી સેલ્સ ગર્લ સોનાની બંગડીઓ બતાવતી હતી ત્યારે તેની નજર ચુકવીને 15 મિનિટમાં જ રૂ. 4.38 લાખની બંગડીઓની […]

Gujarat Vadodara Videos
mantavya 278 વડોદરા: ગણતરીની મિનિટોમાં જ મહિલાઓએ કરી લીધી લાખોની ચોરી

વડોદરા,

વડોદરામાં જાણીતા ગોલ્ડ શો-રૂમમાં ખરીદીના બહાને આવેલી મહિલાઓએ ગણતરીની મિનિટોમાં જ રૂ. 4.38 લાખની કિંમતની સોનાની બંગડીઓ સેરવી લઈને પલાયન થઈ ગઈ હતી. મહિલાઓ ખરીદીના બહાને શો-રૂમમાં ગઈ હતી.

તેમજ સોનાની બંગડીઓ ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. જેથી સેલ્સ ગર્લ સોનાની બંગડીઓ બતાવતી હતી ત્યારે તેની નજર ચુકવીને 15 મિનિટમાં જ રૂ. 4.38 લાખની બંગડીઓની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.