Not Set/ સુખપરના ગૌ પ્રેમી પરિવારે લગ્ન પ્રસંગમાં ગોબર અને ગોબર ક્રાફ્ટથી સજાવ્યો લગ્ન મંડપ

કન્યાએ જાતે પ્રશિક્ષણ મેળવી પરિવાર અને મિત્રોના સહકાર થકી ગોબરથી સજાયેલા જાજરમાન લગ્ન-મંડપનું નિર્માણ કર્યુઁ

Gujarat Others Photo Gallery

આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ-સંવર્ધનના પ્રયાસો ચાલી રહ્યા છે. ગાય માતા પ્રકૃતિનું એક એવું અંગ છે જેમાં માનવીની લગભગ તમામ સમસ્યાઓનું નિવારણ રહેલુ છે ત્યારે તેના સંવર્ધન માટે અનેક પહેલ અને પ્રયાસો કરવામાં આવે તે સ્વાભાવિક છે.

ગાયનું પાલન-પોષણ કરવું, આપણા અનેક પ્રસંગે ગાયને ઘાસ-ચારાનું નિરણ કરવું વગેરે વાતો અને પ્રસંગો રોજબરોજ આપણી નજર સમક્ષ આવતા રહે છે. પરંતુ કચ્છના સુખપર ગામના ગૌ પ્રેમી પરિવારે તદ્દન નૂતન પહેલ કરી તેમની દિકરીના લગ્ન પ્રસંગને જ ગૌમય બનાવી દીધો છે.

કચ્છના સુખપર ગામે કાંતિભાઇ કેરાઇની સુપુત્રી ચિ. નિશાબેનના લગ્ન લેવાયા અને સમગ્ર ગૌ પ્રેમી પરિવાર લગ્નની તૈયારીમાં લાગી ગયો. છેલ્લા ચાર-છ મહિનાથી લગ્નની પુર્વ તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ કંઇક અલગ જ ઓપ સાથે. સમગ્ર લગ્ન પ્રસંગને ગૌમય બનાવી દેવા માટે કાંતિભાઇ તેમજ તેમના ગૌપ્રેમી પરિવારે લગ્ન-મંડપને જ ગૌમય બનાવવાનો વિચાર કર્યો.

જેના લગ્ન લેવાયા છે તેવા કન્યા નિશાબેન ખુદે નિલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાગલપરમાં ગોબર ક્રાફટ શિખવા માટે પ્રશિક્ષણ લીધું અને કેવી રીતે ગાયના ગોબર તેમજ તેનાથી બનેલા વિવિધ ક્રાફટથી સજાવટ કરવી તે અંગે માહિતી મેળવી અને સંપુર્ણ પરિવાર સાથે સહેલીઓ, મિત્રોએ મંડપ ઉભો કરવા મહેનતે લાગી ગયા અને તેમની આ નૂતન પહેલ અને કંઇક નવીન કરવાના ઉત્સાહ સાથે આંખો ઠરે અને હૈયું નૃત્ય કરે તેવા સાદગી અને ગૌભક્તિ સાથેના જાજરમાન શુસોભન સાથે મંડપ તૈયાર થયો.

નિશાબેનના હાથમાં મહેંદીની સુવાસ પ્રસરે તે પહેલા ગોબરની પવિત્ર સુવાસ પ્રસરી રહી અને એ સુવાસની સુગમતા સંપૂર્ણ કેરાઇ પરિવાર અને સગા વ્હાલાઓના ચહેરા પરના સ્મિતમાં રેલાઇ રહી.

ગૌ પ્રેમ અને ગૌ સંવર્ધન માટેની નિષ્ઠા છલકાવતી આ નૂતન પહેલની પ્રેરણા મેઘજીભાઇ હિરાણીએ આપી હતી અને તેમણે તેમજ નિલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેરાઇ પરિવારને પૂરતો સહકાર અપાયો હતો.

ગુજરાત / કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટની દસ્તકને પગલે આરોગ્ય વિભાગ સજ્જ, આવી છે તૈયારીઓ

Kutch / રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ