Not Set/ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર, અમદવાદ, વડોદરા સહિતના જિલ્લાઓની વાંચો અપડેટ

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં વધુ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટીવ 3548 પર પહોંચી ગયો છે. જ્યારે 162 લોકોના મોત નીપજ્ય છે. ભાવનગર: કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ભાવનગરના શિશુવિહારમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના પરિવારને […]

Gujarat Others
b053e1a32e8caec5c2dd583c4a1cc395 સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર, અમદવાદ, વડોદરા સહિતના જિલ્લાઓની વાંચો અપડેટ

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં વધુ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટીવ 3548 પર પહોંચી ગયો છે. જ્યારે 162 લોકોના મોત નીપજ્ય છે.

ભાવનગર: કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ભાવનગરના શિશુવિહારમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના પરિવારને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધી પોઝીટીવ કેસની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. જ્યારે ઘણા લોકો આ વાયરસથી મુક્ત થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે.

રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં 16 વર્ષના કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવીએ કે આ કિશોરના પિતા સિવિલ હોસ્પિટલમાં છે. રાજકોટમાં કોલ અત્યાર સુધી શહેર અને ગ્રામ્યમાં કુલ 49 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ: કોરોનાનાં કેસ બાબતે કોંગ્રેસ નેતાને જાણે તેનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં વધુ એક કોંગ્રેસનાં નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાનાં કોંગ્રેસનાં કાઉન્સિલર કમળાબેન ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમળાબેનને બે દિવસથી ગભરામણ થવાની સમસ્યા થઈ રહી હતી. જે બાદ કમળાબેન ચાવડાને  SVP માં ભરતી કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વડોદરા : કોરોના વાયરસ વડોદરા કહેર વરસાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં 15 કેસ નોંધાયા છે. જેમાંથી 5 આરોપીના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ 5 આરોપીઓએ નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો  કર્યો હતો,નાગરવાળા પાસે આવેલા  કાસમઆલા કબ્રસ્તાન પાસે સોમવારે વહેલી સવારે રમઝાન માસમાં શેરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે જવાનું કહેતા લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.