Not Set/ અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિના કાબુલ પહોચતા જ એરપોર્ટ પાસે થયો આત્મધાતી હુમલો, ૧૬ના મોત

કાબુલ, અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અબ્દુલ રાશિદ દોસ્તમ એક વર્ષ પછી સ્વદેશ પરત ફર્યાના ટુંક જ સમયમાં કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ૧૬ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જયારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ટોલો ન્યુઝના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા આ વિસ્ફોટમાં ૧૬ લોકો માર્યા ગયા […]

World
Dit9jXyWsAEiIT4 અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિના કાબુલ પહોચતા જ એરપોર્ટ પાસે થયો આત્મધાતી હુમલો, ૧૬ના મોત

કાબુલ,

અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અબ્દુલ રાશિદ દોસ્તમ એક વર્ષ પછી સ્વદેશ પરત ફર્યાના ટુંક જ સમયમાં કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ૧૬ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જયારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

ટોલો ન્યુઝના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા આ વિસ્ફોટમાં ૧૬ લોકો માર્યા ગયા હોવાની અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પૃષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ પાસે આ વિસ્ફોટ ત્યારે કરવામાં આવ્યો જયારે ઉપ-રાષ્ટ્રપતિ દોસ્તમ સરકારી અધિકારીઓ અને સમર્થકોની એક મોટી ભીડ સાથે એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અબ્દુલ રાશિદ દોસ્તમ એક શક્તિશાળી ઉજ્બેક નેતા છે અને તેઓએ પશ્ચિમી કપડા પહેર્યા હતા.

સમાચાર એન્જસી એએફપીના જણાવ્યા મુજબ, દોસ્તમના પ્રવક્તા બશીર અહેમદ તયાંજે જણાવ્યું, “અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિનો કાફલો નીકળવાના સમયે જ વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. દોસ્તમ સશસ્ત્ર વાહન સાથે ચાલી રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે”.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા નાજીબ દાનિશે જણાવ્યું, “આ સંભવિત આત્મધાતી હુમલો હતો. આ પહેલા અફઘાનિસ્તાનના જોજાન પ્રાંતમાં આતંકવાદી ગ્રુપ IS સાથે સંકળાયેલા ૧૧ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હતું”.