દાહોદ/ ઝાલોદમાં GST અધિકારીઓ પર થયો હુમલો, ઘટનાને લઈ પંથકમાં મચી ચકચાર

ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદના ઝાલોદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં જીલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી વડોદરાની GST વિભાગના અધિકારીઓ પર હુમલો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Gujarat Others

ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદના ઝાલોદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં જીલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી વડોદરાની GST વિભાગના અધિકારીઓ પર હુમલો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ ઘટના અંગે મળી રહેલી જાણકારી મુજબ, વડોદરા જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દાહોદ જીલ્લામાં ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ આરંભ્યો છે, ત્યારે આ સમયે જીલ્લાના ઝાલોદમાં અધિકારીઓ જયારે સર્ચ ઓપરેશન કરવા ગયા હતા.

આ પણ વાંચો :વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

આ દુકાનમાં સર્ચ ઓપરેશનની કામગીરી દરમિયાન અધિકારીઓ પર અગ્રવાલ સમાજના વેપારીઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી હતી. આ સમયે તેઓએ GST વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી ઉપર પણ ઉતરી આવ્યાં હતાં તેમજ શર્ટના કોલર પણ પકડી લીધાં હતાં. આ સાથે તેમને અમે તમને જોઈ લઈશું, તેમ કહી બેફામ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને જો કે ત્યારબાદ આ ભીડને જોઈ GST વિભાગના કર્મચારીઓએ ભયના માર્યે જગ્યા છોડી દીધી હતાં.

આ સમયે સ્થાનિક વેપારીઓએ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપી હતી. જો કે ત્યારબાદ આ ઘટનાના સમાચાર જિલ્લામાં ફેલાઈ જતા ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ આ ઘટનાની જાન પોલીસને થતા ગુનો નોંધી તપાસ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :બાપુનગરની હોટલમાં “હની”ને ટ્રેપ કરી બળાત્કાર ગુજાર્યની ફરિયાદ!!