Not Set/ વીડિયો/ CAA પર ફરહાન અખ્તરની દલીલથી સ્મૃતિ ઈરાનીને યાદ આવ્યો બંટી બબલીનો કોમેડી સીન

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરહાન અખ્તરનાં નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) નાં વાયરલ થયેલા વીડિયો પર ફની ઇમોજી સાથે જવાબ આપ્યો છે. મુંબઈનાં ક્રાંતિ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર યોગ્ય રીતે જવાબો આપી શક્યા ન હોતા જેના કારણે લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ફરહાન અખ્તર […]

Top Stories India

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરહાન અખ્તરનાં નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) નાં વાયરલ થયેલા વીડિયો પર ફની ઇમોજી સાથે જવાબ આપ્યો છે. મુંબઈનાં ક્રાંતિ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર યોગ્ય રીતે જવાબો આપી શક્યા ન હોતા જેના કારણે લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

ફરહાન અખ્તર ગુરુવારે મુંબઇનાં અગસ્ટ મેદાનમાં સીએએનાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, સ્વાભાવિક રીતે મીડિયા ‘રોક ઓન’ સ્ટારને આ વિષય પર સવાલો પુછવાની જ હતી, તેઓ ઘણા અન્ય લોકોની સાથએ જોરથી અને સ્પષ્ટરૂપે વિરોધ કરી રહ્યા હતા. નાગરિકતા સુધારણા કાયદાનાં વિરોધ પ્રદર્શનોનાં વાસ્તવિક કારણ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ ત્યારે તે સવાલોનાં જવાબ આપવાની જગ્યાએ ભડકેલા વધુ લાગ્યા હતા.

તમે મીમ વીડિયોમાં જોઈ શકો છો, ફરહાને કહ્યું કે, વિરોધનું કારણ નાગરિકતા સુધારણા અધિનિયમ 2019 માં કંઇક ખોટું હોવાનુ જણાવ્યુ, જે કોઈપણની સમજ બહાર હતું, સ્મૃતિએ પણ આ મીમ પર યોગ્ય જવાબ આપ્યો હતો. હવે આ વાયરલ થયેલો વીડિયો એક ટ્વિટર મીમ બની ગયો છે, આ ટ્રોલરોને 2008 ની કોમેડી ફિલ્મ બંટી ઔર બબલીનાં પ્રખ્યાત સીનને યાદ કરાવે છે. આ સીનમાં પ્રદર્શનકારીઓનું એક જૂથ અધિકારીઓ વિરુદ્ધ બળવો કરે છે, પરંતુ તેઓ પ્રદર્શનનાં કારણ વિશે અસ્પષ્ટ છે.

https://twitter.com/smritiirani/status/1207733745727528962

ફરહાને પત્રકારોને જણાવ્યું હતું કે, “જો તમે વિવરણમાં જાઓ તો લાગે છે કે ત્યાં કંઈક હોઈ શકે છે… જો બધું સારું છે, તો આટલા લોકો શા માટે ચિંતિત હશે?” તેમણે વિરોધ પ્રદર્શન વિશે જણાવ્યું હતું. જવાબ ત્યારે મળ્યો જ્યારે પત્રકારે અભિનેતાને નવા કાયદા અંગે સમાજનાં દરેક વર્ગને સરકાર દ્વારા વારંવાર આપવામાં આવતી ખાતરીઓ વિશે પૂછ્યું.

ઉલ્લેખનીય છે કે, ફરહાનનાં અધૂરા જ્ઞાન દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની સમજણ કેટલી છે તે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ કાયદા વિશે ફરહાનનું જ્ઞાન સંકુચિત હોઇ શકે છે પરંતુ દેશની અલગ-અલગ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ જે આનો સખત વિરોધ કરી રહ્યા છે તેના વિશે પણ સ્મૃતિ ઈરાની કોઇ ટ્વિટ કરશે કે નહી તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.