બ્રિટનનાં નવા મંત્રીમંડળમાં સ્થાન પામનારા ભારતીય મૂળનાં પ્રીતિ પટેલને ટ્રોલ કરનારાને કોર્ટે સજા ફરમાવી છે. પ્રીતિ પટેલને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સે પોતાના મંત્રીમંડળમાં ગૃહમંત્રીનો હોદ્દો સોંપ્યો છે. પ્રીતિ પટેલને ઓનલાઇન ટ્રોલ કરનારા આરોપીને કોર્ટે 22 મહિનાની કેદની સજા સંભળાવી છે.
ભારતીય મૂળની પ્રીતિ પટેલને આરોપીએ ગયા વર્ષે ઓનલાઇન આપત્તિજનક સંદશા મોકલ્યા હતા. આરોપીએ કોર્ટમાં આ બાબતનો સ્વીકાર પણ કર્યો હતો.
ન્યાયાધિશ સાયમન બ્રાયને શુક્રવારે માનચેસ્ટર ક્રાઉન કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, પ્રીતિ પટેલને ઓનલાઇન ટ્રોલ કરવાના કેસમાં બ્રિટનની પોલીસે આરોપી ગેરાર્ડ ટ્રેમરની જાન્યુઆરી 2019માં ધરપકડ કરી હતી. તેની સામે આરોપ હતો કે તેણે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીનાં વરિષ્ઠ સાંસદના ફેસબુક પેજ પર ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 સુધી અનેકવખત વંશવાદને લગતા સંદેશા મોકલ્યા હતા.
53 વર્ષીય આરોપી ગેરાર્ડ દ્વારા આ પ્રકારે જ ઉત્તરી આયરલેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના નેતા અર્લેન ફોસ્ટરને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
