Not Set/ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હશે તેને મળશે H-1 B વીઝા,ટ્રમ્પ સરકાર વધુ કડક થઇ

વોશિંગ્ટન અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી છે ત્યારથી ત્યાં કામ કરવા ઇચ્છુકોના વીઝાના નિયમો કડક થવા લાગ્યા છે.તાજેતરમાં અમેરિકાના વીઝા એડમીનીસ્ટ્રેશને એચ-1બી વિઝા પોલિસીમાં બદલાવનો પ્રસ્તાવ મોકલ્યો છે.આ નવા પ્રસ્તાવ પ્રમાણે અમેરિકન કંપનીઓમાં એ જ વિદેશી કર્મચારીઓ કામ કરી શકશે જે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હશે. અમેરિકાના ગૃહવિભાગ અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે (યુએસસીઆઇએસ) […]

Top Stories World

વોશિંગ્ટન

અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી છે ત્યારથી ત્યાં કામ કરવા ઇચ્છુકોના વીઝાના નિયમો કડક થવા લાગ્યા છે.તાજેતરમાં અમેરિકાના વીઝા એડમીનીસ્ટ્રેશને એચ-1બી વિઝા પોલિસીમાં બદલાવનો પ્રસ્તાવ મોકલ્યો છે.આ નવા પ્રસ્તાવ પ્રમાણે અમેરિકન કંપનીઓમાં એ જ વિદેશી કર્મચારીઓ કામ કરી શકશે જે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હશે. અમેરિકાના ગૃહવિભાગ અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે (યુએસસીઆઇએસ) જાન્યુઆરી 2019 માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તે મુજબ, એચ-1બી વિઝા તે જ વિદેશી કર્મચારીઓને આપવામાં આવશે જે પોતાના કામમાં નિષ્ણાત રહ્યાં છે.

તાજેતરમાં જ અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં ફક્ત તે લોકો જ આવી શકે છે જે સર્વશ્રેષ્ઠ  હોય અને દેશની મદદ કરી શકતા હોય. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રસ્તાવની સૌથી વધુ અસર અમેરિકામાં ભારતીય આઇટી કંપનીઓ પર પડશે. આ જ કંપનીઓ એચ-1બી વિઝા હેઠળ જ કર્મચારીઓને અમેરિકા બોલાવે છે. અમેરિકામાં દર વર્ષે 85 હજાર લોકોને એચ-1બી ઇસ્યુ કરવામાં આવે છે.

અમેરિકન ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે- અમે ખરા અર્થમાં રોજગારની પરિભાષા બદલવા માંગીએ છીએ જેથી કંપની અને કર્મચારીઓના સંબંધોને વધુ સારા બનાવી શકાય. સાથે જ અમેરિકન કર્મચારીઓ અને તેમનો પગારને સુરક્ષિત રાખી શકાય.

પ્રસ્તાવમાં એચ-1બી વિઝા હોલ્ડર્સને યોગ્ય પગાર મળવાની વાત પણ કહેવામાં આવી. એ સિવાય એચ-1બી વિઝા હોલ્ડર્સની એચ-4 વિઝા ધરાવતી પત્નીઓને રોજગાર માટે એલિજિબલ માનવામાં આવશે.

અમેરિકન ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એચ-1બી વિઝાની માંગ ઘણી વધુ રહે છે. અમેરિકાના 50 રાજ્યોમાં 100 ભારતીય કંપનીઓ છે. તેમાં આશરે 1, 13, 000 લોકો કામ કરી રહ્યા છે.