Not Set/ #MeToo અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં જ મહિલાની જાતીય સતામણીઓ થઇ,વાંચો કિસ્સાઓ

અમદાવાદ, આજકાલ સોશિયલ મીડીયામાં મહિલાઓની જાતીય સતામણીને લઇને #MeToo અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલીક મહિલાઓએ પોતાની સાથે થયેલ સેક્સયુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી છે. કોર્પોરેશનના સુત્રો જણાવે છે કે, હેલ્થ ખાતામાં સાત જેટલી જાતીય સતામણીની ફરિયાદો મળી છે. આ ફરિયાદો પછી એક ડોક્ટર સહિત ત્રણ પુરૂષ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. […]

Top Stories Gujarat

અમદાવાદ,

આજકાલ સોશિયલ મીડીયામાં મહિલાઓની જાતીય સતામણીને લઇને #MeToo અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલીક મહિલાઓએ પોતાની સાથે થયેલ સેક્સયુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી છે.

કોર્પોરેશનના સુત્રો જણાવે છે કે, હેલ્થ ખાતામાં સાત જેટલી જાતીય સતામણીની ફરિયાદો મળી છે. આ ફરિયાદો પછી એક ડોક્ટર સહિત ત્રણ પુરૂષ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. એક મહિલા નર્સે કરેલી ફરિયામાં તેનું કહેવું હતું તેના સાથી ડોક્ટર, કેમિસ્ટ અને અન્ય પુરૂષ ભેગા મળી મહિલાના મોબાઇલ ઉપર બીભત્સ વીડિયો ક્લિપ મોકલતાં હતા અને તેની જાતીય સતામણી કરતાં હતા. કેટલીકવાર તો મહિલાનો પીછો કરવામાં આવતો હતો ડોક્ટર પીછો કરી તેને લિફ્ટ લેવા મજબૂર કરતાં હતા અને તેના તાબે ન થતાં તેની સતામણી કરાતી હતી.

આ ફરિયાદ હેલ્થ ખાતાની જાતીય સતામણી કમિટીમાં કરવામાં આવતા તે તબીબ અને અન્ય ત્રણ પુરૂષોની તેમના કામના સ્થળેથી બદલી કરી દેવામાં આવી હતી.

સરદારનગર વોર્ડની એક મહિલા કર્મચારીએ અન્ય પુરૂષ સાથી કર્મચારી ઉપર આરોપ લગાડયો હતો કે, તે વારંવાર ફોન કરી તેની પાસે સેક્સની માગણી કરે છે તેને હેરાન કરે છે.

દાણીલીમડાની કોર્પોરેશન સ્કૂલના આચાર્યએ મહિલા શિક્ષિકાને અડપલાં કરતાં હતા તેને ઓફિસમાં બેસાડી રાખતાં હતા અને કોઇને કોઇ બહાને તેને વારંવાર કેબિનમાં બોલાવતા હતા. આ કિસ્સામાં મહિલા શિક્ષિકાએ કમિટીમાં ફરિયાદ કરી હતી જેની સુનવણી કર્યા બાદ આચાર્યને બરતરફ કરી દેવાયા હતા.

કોર્પોરેશનમાં જાતીય સતામણીના કેસો સંભાળતા અધિકારી જ  જાતીય સતામણી કરતા હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બોર્ડની જાતીય સતામણીની સુનવણીની કમિટીના સભ્ય એવા પુરૂષ અધિકારી ઉપર પણ મહિલાએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી જેમાં અધિકારી શિક્ષિકાઓના બાથરૂમમાં ઘૂસ્યાની ફરિયાદ થઇ હતી. જો કે આ કેસમાં પાછળથી સમાધાન કરી દેવાયું હતુ.