અમદાવાદ,
પદમાવત ફિલ્મ રિલીસ ન કરવા માટે રાતે વિરોધ કરવામાં આવ્યો, જયારે તુફાની તત્વોએ ઠેર-ઠેર આગચંપી અને પથ્થર મારો કરીને વાતાવરણ દહોડવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં આવેલા હિમાલયા મોલ પાસે ૫૦ જેટલા મોટર બાઈકને આગ લગાવાઈ.
જયારે બીજી તરફ થલતેજ વિસ્તારમાં આવેલા PVR સિનેમા પર પથ્થરમારો કરવામાં આવ્યો.સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ રિલીસ કરવા લીલી ઝંડી આપ્યા બાદ પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ ચાલુ રખાયો છે, બીજી તરફ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી માથાનો દુખાવા સમાન બની રહી છે.
મંતવ્ય ન્યુઝ દ્વારા સૌ નાગરિકોને શાંતિ જાળવવા નમ્ર અપીલ.
