ત્રિવેન્દ્રમ,
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૨૪ લોકોના મોત નીપજી ચુક્યા છે.
Prime Minister Narendra Modi has also announced Rs 500 crore as immediate aid for Kerala, in addition to the 100 crore announced earlier #Keralafloods https://t.co/lvqRnlcEuu
— ANI (@ANI) August 18, 2018
બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કેરળના પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું છે અને ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Prime Minister Narendra Modi was accompanied by Kerala CM Pinarayi Vijayan, Governor P. Sathasivam and Union Tourism Minister KJ Alphons during aerial survey of flood affected areas. #KeralaFloods pic.twitter.com/s0LB2Z9J3q
— ANI (@ANI) August 18, 2018
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ ભારે વરસાદના કારણે થયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા હરસંભવ મદદ પહોચાડવાની વાત કરી છે.
Media reports of PM Narendra Modi’s aerial survey being cancelled not yet confirmed, PM currently chairing a meeting in Kochi with CM Pinarayi Vijayan, Union Minister KJ Alphons and other officials #Keralafloods pic.twitter.com/f0sR8LGMFZ
— ANI (@ANI) August 18, 2018
જો કે કેરળ સરકાર દ્વારા કેન્દ્ર પાસે ૨૦૦૦ કરોડ રૂપિયાની સહાયતા રાશિની માંગ કરી હતી. નોધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વરસાદના કારણે ૨૦ હજાર કરોડ રૂપિયાનું નુકશાન પહોચ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
#WATCH: Prime Minister Narendra Modi conducts an aerial survey of flood affected areas. PM has announced an ex-gratia of Rs. 2 lakh per person to the next kin of the deceased and Rs.50,000 to those seriously injured, from PM’s National Relief Funds (PMNRF). #KeralaFloods pic.twitter.com/T6FYNVLmMu
— ANI (@ANI) August 18, 2018
પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યમાં આવેલા પુરની ચપેટમાં આવેલા મૃતકોના પરિજનોને ૨ લાખ રૂપિયાની મદદ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની રાશિ આપવાનું એલાન કર્યું છે. આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરયી વિજયન, કેન્દ્રીયમંત્રી કે જે અલફોન્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
The State Bank of India (SBI) has donated Rs 2 crore to Chief Minister's Distress Relief Fund (CMDRF) and announced waiver of fees and charges on services offered by the bank in Kerala. #KeralaFloods pic.twitter.com/I47nNTQPPA
— ANI (@ANI) August 18, 2018
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પામ કેરળમાં આવેલા પુર માટે મુખ્યમંત્રી રાહતકોષમાં ૨ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.
Kerala: Visuals of a flooded road in Alappuzha's Chunakkara village #KeralaFlood pic.twitter.com/bgm9iqSHXm
— ANI (@ANI) August 17, 2018
મહત્વનું છે કે, રાજ્યના ૧૪ જિલ્લાઓથી ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, રાજ્યના ૪ જિલ્લામાં પુરની સૌથી ભયાનક છે. કેરળમાં પુરના કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલા જિલ્લાઓમાં અલાપ્પુજા, અર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસુર શામેલ છે. આ જિલ્લાઓમાં પંપા, પેરિયાર અને ચાલાકુળી નદીઓએ કહેર મચાવ્યો છે.
કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમોને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.

ઇન્ડિયન કોસ્ટગાર્ડની ૪ કેપિટલ શિપ કોંચી પહોચ્યા છે અને તે ડિજાસ્ટર અને રિલીફ ટીમ સાથે કામ કરશે. આ પહેલા ૨૪ ટીમો પહેલાથી જ પુર પ્રભાવિત ગામોમાં લગાવવામાં આવી છે. અત્યારસુધીમાં આ ટીમો દ્વારા ૧૭૬૪ લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે ૪૬૮૮ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોચાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત વાયુસેના દ્વારા હેલિકોપ્ટર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાનો પર પહોચાડવામાં આવી રહ્યા છે.
