Not Set/ કચ્છમાં પોલીસ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારના મોત, 35થી વધુ ઘાયલ

અમદાવાદ: ગુજરાતમાં પોલીસ બસ સાથે ટ્રક અકસ્માતની ઘટના બની છે. જેમાં કચ્છ જિલ્લાના આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસ બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે પોલીસ કાફલો […]

Top Stories Gujarat Others Trending
Accident at Kutchh Between Police Bus and Truck, 4 died and more than 35 people injured

અમદાવાદ: ગુજરાતમાં પોલીસ બસ સાથે ટ્રક અકસ્માતની ઘટના બની છે. જેમાં કચ્છ જિલ્લાના આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસ બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

આ અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇસર ટ્રકમાં ભાભરના સુથાર નેસડી ગામના લોકો બેસણામાં જઇ રહ્યા હતા. જ્યારે પોલીસની બસમાં પાકિસ્તાનના માછીમારોને વાઘા બોર્ડર લઇ જવામાં આવી રહ્યા હતા.

આઇસર ટ્રકની પાછળ પોલીસ બસની ગોઝારી ટક્કર

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આડેસર ચેકપોસ્ટ પાસે શનિવારે મોડી રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં આઇસર ટ્રક પાછળ પોલીસ બસની ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર જ ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે પૈકીની 17 વ્યક્તિઓની હાલ ગંભીર જણાવવામાં આવી રહી છે.

આડેસર ચેક પોસ્ટ નજીક શનિવારે મોડી રાત્રે પોલીસ બસ અને આઇસર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતની ઘટનાના પગલે ચાર વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે 108ની ચાર એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી.

 

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ વ્યક્તિને વધુ સારવાર અર્થે તાત્કાલિક મહેસાણા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ ઘાયલોને સાંતલપુર અને રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકીના કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યાનો આંકડો વધે તેવી આશંકા પણ સેવાઇ રહી છે.

પોલીસ બસમાં 14 પાકિસ્તાની માછીમાર હતા

સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માત ગ્રસ્ત પોલીસ બસમાં 14 પાકિસ્તાની માછીમારો સવાર હતા. આ 14 માછીમારોને ભૂજ જેઆઈસીમાંથી મુક્ત કરીને પાકિસ્તાન મોકલવા માટે વાઘા બોર્ડર લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે આ અકસ્માત થવા છતાં પોલીસ બસમાં સવાર તમામ પાકિસ્તાની માછીમારો સુરક્ષિત છે. હાલ આ તમામને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. તેમને માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરીને વાઘા બોર્ડર લઈ જવામાં આવ્યા છે.

ભચાઉથી ભાભર બેસણામાં જઇ રહી હતી આઇસર ટ્રક

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના ભચાઉ ગામના રહેવાસીઓ આઇસર ટ્રકમાં બેસીને ભાભરના સુથાર નેસડી ગામે બેસણામાં જઇ રહ્યા હતા. ત્યારે આ આઈસર ટ્રકને આડેસર ચેક પોસ્ટ પાસે અકસ્માત નડ્યો હતો. આઇસર ટ્રકમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાના સમાચાર મળી રહ્યા છે. એટલું જ નહીં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓ પણ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.