Not Set/ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના લગ્નની વાત પર બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની લવ લાઇફને લઈને ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તાના રિલેશનને લઈને ઘણી વાતો સામે આવી રહી હતી. તેઓ ઘણી જગ્યાએ એકસાથે સ્પોટ થયા હતા. ત્યારે હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી ઈશા ગુપ્તાને એમના રીલેશનશિપને લઈને સવાલ […]

Sports Entertainment

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની લવ લાઇફને લઈને ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તાના રિલેશનને લઈને ઘણી વાતો સામે આવી રહી હતી. તેઓ ઘણી જગ્યાએ એકસાથે સ્પોટ થયા હતા.

ત્યારે હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી ઈશા ગુપ્તાને એમના રીલેશનશિપને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતા ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથેના પોતાના સંબંધની વાતને નકારી નથી પરંતુ એમણે પોતાના લગ્નને લઈને વાત કરી કે, હજી હું લગ્ન કરવાની નથી અને જયારે પણ કરીશ લગ્ન ત્યારે બધાને એના વિષે કહીશ.

રિપોર્ટ મુજબ, એલી અવરામ સાથેના સંબંધોનો અંત આવ્યા બાદ હાર્દિક પંડ્યા ઈશા ગુપ્તાને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણો સમય સાથે વિતાવે છે અને તેમની વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે.

હાર્દિક પંડ્યાના જુના સંબંધોની વાત કરીએ તો, ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને બોલીવુડ એક્ટ્રેસ એલી અવરામના રીલેશનનો અંત આ કારણથી આવ્યો હતો. એલી કમીટમેન્ટ ઇચ્છતી હતી જયારે હાર્દિક પંડ્યા એ માટે તૈયાર ન હતા અને તેમના રીલેશન પર પૂર્ણવિરામ લાગી ગયું.