Not Set/ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, પોલીસે આરોપીની કરી ધરપકડ

મુંબઈ  ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પર શનિવારે સવારે બાઈકર્સ દ્વારા હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના મુંબઈના વર્સોવામાં ભારત નગર જંક્શન નજીક બન્યો હતો. રૂપાલી ગાંગુલીને આ હુમલામાં ગંભીર ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, વર્સોવાની સ્કૂલમાં તેમના 4 વર્ષના પુત્રને મુકવા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન બે યુવાનો ત્યાં પહોંચી […]

Trending Entertainment

મુંબઈ 

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પર શનિવારે સવારે બાઈકર્સ દ્વારા હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના મુંબઈના વર્સોવામાં ભારત નગર જંક્શન નજીક બન્યો હતો. રૂપાલી ગાંગુલીને આ હુમલામાં ગંભીર ઈજા થઈ હતી.

મળતી માહિતી મુજબ, ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, વર્સોવાની સ્કૂલમાં તેમના 4 વર્ષના પુત્રને મુકવા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન બે યુવાનો ત્યાં પહોંચી આવ્યા હતા અને રૂપાલીની કારને રોકી હતી અને તેઓ સાથે કોઈ બાબતને લઈને ઝગડો કર્યો હતો.

હુમલો કરનારની થઇ ધરપકડ

એક રિપોર્ટ અનુસાર, યુવાનોએ આ અભિનેત્રીની કારના કાચ તોડીને રૂપાલી પર હુમલો કર્યો હતો. રૂપાલીને આ હુમલામાં ગંભીર ઈજા થઈ હતી. આ બનાવની માહિતી મળ્યા પછી, પોલીસે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. પોલીસે હુમલા માટે બે વ્યક્તિની ધરપકડ કરી છે અને આરોપીઓની પૂછપરછ કરી છે.

રૂપાલીને સિરિયલ સંજીવનીથી ઓળખ મળી હતી.

આપને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી છેલ્લાં કેટલાક દિવસોમાં સારાભાઈ વર્સેઝ સારાભાઈમાં જોવા મળી હતી. અભિનેત્રીએ ટીવી શો અને ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કર્યું છે. આ દરમિયાન ડો. સિમરન ચોપરાની ભૂમિકા ભજવીને “સંજીવની” સીરીયલમાં ભૂમિકા ભજવીને રૂપાલી નાની સ્ક્રીન પર જોવા મળી હતી.