Not Set/ વડોદરા/ વીડિયો કોલ કરીને મારી બહેનનું ધ્યાન રાખજો કહી બે યુવકોએ કર્યો આપઘાત

વડોદરા સાવલીના પોઇચા કનોડા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં બે યુવકોએ કૂદીને આપઘાત કર્યો હતો. બંને યુવાનોએ હાથમાં હાથ પકડીને મિત્રોને વીડિયો કોલ કરીને બંને મિત્રોએ નદીમાં ઝંપલાવ્યું હતું. વીડિયો કોલ તેમણે જણાવ્યું હતું કે તેઓ બંનેએ આપઘાત કરી રહ્યા છે. તેમણે મિત્રોને કહ્યું હતું કે, મારી બહેનનું ધ્યાન રાખજો. યુવરાજ નરેન્દ્રસિંહ ચૌહાણ અને […]

Gujarat Vadodara

વડોદરા સાવલીના પોઇચા કનોડા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં બે યુવકોએ કૂદીને આપઘાત કર્યો હતો. બંને યુવાનોએ હાથમાં હાથ પકડીને મિત્રોને વીડિયો કોલ કરીને બંને મિત્રોએ નદીમાં ઝંપલાવ્યું હતું. વીડિયો કોલ તેમણે જણાવ્યું હતું કે તેઓ બંનેએ આપઘાત કરી રહ્યા છે. તેમણે મિત્રોને કહ્યું હતું કે, મારી બહેનનું ધ્યાન રાખજો.

યુવરાજ નરેન્દ્રસિંહ ચૌહાણ અને નિલેશ ભારતસિંહ ચૌહાણ મહિસાગર નદી પરના બ્રિજ પર પહોંચ્યા હતા અને મહીસાગર નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો.મહત્વનું છે કે બંને યુવાનોએ હાથમાં હાથ પકડીને મિત્રોને વીડિયો કોલ કરીને લાઇવ ભૂસકો માર્યો હતો. બંને મિત્ર મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. તેમણે લોન ઉપર મોબાઇલ ફોન લીધા હતા અને તેને હપ્તા નહોતા ભરાતા હોવાથી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તેઓએ બંને યુવકની શોધખોળ કરતા બંને યુવકો ના મૃતદેહ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.