Rajkot News/ મેયરના વોર્ડ સહિત અનેક વિસ્તારોમાં બેક્ટેરિયા યુક્ત દૂષિત પાણી, 6 સેમ્પલ ફેલ થતાં ચિંતા વધી

રાજકોટના અનેક વિસ્તારોમાં બેક્ટેરિયા યુક્ત દૂષિત પાણી (Rajkot Water Crisis)નું વિતરણ થતા ચિંતા વધી છે. 8200થી વધુ સેમ્પલમાંથી 6 ફેલ થયા. મેયરના વોર્ડ સહિતના વિસ્તારોમાં રોગચાળાનો ભય.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Water Crisis-contaminated-water-bacteria-found-water-samples-fail

Rajkot News: રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના દાવાઓ વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી (Rajkot Water Crisis)માં બેક્ટેરિયાની હાજરી મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં કરવામાં આવેલી પાણીની ગુણવત્તા તપાસમાં કેટલાક નમૂનાઓ નિષ્ફળ જાહેર થતાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી (Rajkot Water Crisis)માં ગંદકી અને ડ્રેનેજનું પાણી ભળવાની ફરિયાદો મળી રહી હતી. ખાસ કરીને વેલનાથપરા વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવતું હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.

Rajkot Water Crisis: મેયરના વોર્ડમાં દૂષિત પાણી

ચોંકાવનારી બાબત એ છે કે સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વર્તમાન મેયરના વોર્ડ તેમજ પૂર્વ મેયરના વોર્ડ નંબર-4માં પણ બેક્ટેરિયા યુક્ત પાણી (Rajkot Water Crisis) પહોંચ્યાની હકીકત સામે આવી છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યાપી ગઈ છે.

આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાએ શહેરભરમાંથી 8200થી વધુ પાણી (Rajkot Water Crisis)ના સેમ્પલ એકત્રિત કર્યા હતા. લેબોરેટરીમાં તપાસ બાદ તેમાંના 6 નમૂનાઓ ગુણવત્તા ધોરણોમાં નિષ્ફળ જાહેર થયા હતા. પ્રાથમિક તપાસમાં પાણીની લાઇનમાં ભંગાણ થવાને કારણે ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળ્યું હોવાનું મનપા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો કે, સ્થાનિક લોકો આ જવાબથી સંતોષ માનતા નથી. છેલ્લા બે મહિનામાં પાણીના નમૂનાઓ નિષ્ફળ જવાની આ બીજી ઘટના હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઉનાળાના અંતિમ તબક્કા અને ચોમાસાની શરૂઆત દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં આવી સમસ્યાઓ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

નાગરિકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા, લીકેજ દૂર કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બન્યા છે.


આ પણ વાંચો:નવસારી રેફરલ હોસ્પિટલમાં RO પ્લાન્ટની ગંદકીનો વીડિયો વાયરલ, પીવાના પાણીની વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:વડોદરાના પીલોલમાં તંત્રની ઘોર બેદરકારી! નળમાં પીવાના પાણીને બદલે ગંદુ પાણી આવતા હડકંપ

આ પણ વાંચો:પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવશે સરકાર, રાજ્યમાં ટોલ ફ્રી નંબર જાહેર