Bharuch News/ ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા

ભરૂચમાં ACBએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓને 40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

Gujarat Top Stories Others Breaking News
bharuch

Bharuch News: ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓને 40 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. દવાના નવા હોલસેલ લાઇસન્સની પ્રક્રિયા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ મળ્યા બાદ નર્મદા ACB પોલીસ સ્ટેશન ટ્રેપ ગોઠવી હતી.

Bharuch માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીએ ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. આ પરવાના આપવાની પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેને ફરિયાદીને જણાવ્યું હતું કે લાઇસન્સની પ્રક્રિયા થઈ જશે, પરંતુ સાહેબને આપવા માટે 50 હજાર આપવા પડશે. લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ લાંચનું છટકું (ACB Trap)ગોઠવ્યું હતું.

40 હજારની લાંચ લેતા બંને ઝડપાયા

ટ્રેપ દરમિયાન આરોપી પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને આરોપી સુરભીબેન મોહનલાલ દેસાઈએ ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની સમગ્ર રકમ ACB દ્વારા રિકવર કરવામાં આવી હતી. ACBની માહિતી મુજબ, લાંચની માંગણી 50,000ની હતી, જ્યારે સ્વીકારવામાં આવેલી અને રિકવર થયેલી રકમ 40,000 હતી.

બંને અધિકારીઓ સામે કાર્યવાહી

આ કેસમાં પ્રકાશ નાનકરામ પોસનાની ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Drugs Department)માં મદદનીશ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે સુરભીબેન મોહનલાલ દેસાઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ACBના જણાવ્યા અનુસાર, બંનેએ સરકારી સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની લેવડદેવડ કરી હતી. ટ્રેપ બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી નર્મદા ACB (Gujarat ACB) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. વસાવાની ટ્રેપિંગ અધિકારી તરીકેની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે બી.એમ. પટેલ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે IPS અધિકારી બળદેવ દેસાઈએ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.


આ પણ વાંચો:સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ

આ પણ વાંચો:1 કરોડની લાંચના આરોપમાં ઘેરાયેલા IPS રાહુલ બંસલ ફરી ચર્ચામાં આવ્યા

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર NOCના નામે લાંચનો આરોપ, ચીફ ફાયર ઓફિસર સહિત બેની ધરપકડ