IPL 2023ની 18મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ઓપનર શુભમન ગીલની અડધી સદીની ઇનિંગને કારણે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.પંજાબના 154 રનના જવાબમાં શુભમન ગિલ અને સાહાએ શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી નોંધાઈ હતી. સાહા 19 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સાઈ સુદર્શન 20 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.
કેપ્ટન હાર્દિક પંડ્યા પણ કંઈ કરી શક્યો ન હતો અને 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન શુભમન ગિલે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. પંજાબના પાંચ બેટ્સમેનોએ 20થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ તેમ છતાં ટીમ 153 સુધી જ પહોંચી શકી હતી. પંજાબ તરફથી મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી ડેબ્યૂ કરી રહેલા મોહિત શર્માએ બે વિકેટ લીધી હતી, જ્યારે ચાર બોલરોએ 1-1 વિકેટ લીધી હતી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રભાસિમરન પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શિખર ધવન પણ સસ્તામાં આઉટ થયો હતો. તેણે 8 રન બનાવ્યા હતા. મેથ્યુ શોર્ટે ઝડપી ઇનિંગ રમી હતી. પરંતુ 24 બોલમાં 36 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ભાનુકાએ ખૂબ જ ધીમી ઇનિંગ રમી હતી. તે 26 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. જીતેશ 23 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. સેમ કરને 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાન રનઆઉટ થતા પહેલા 9 બોલમાં 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હરપ્રીતે 8 રન બનાવ્યા હતા
