Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ CM તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન…

આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન થઇ છે.

નાયબ મુખ્યમંત્રી (Deputy CM) હર્ષ સંઘવી (Harsh Sanghvi) તથા નવા વરાયેલા મંત્રીઓમાં 5 કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીઓનો સમાવેશ થાય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંત્રીઓને મહાત્મા મંદિર (Mahatma Mandir) પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા

કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશપટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્ય કક્ષાના પરષોત્તમ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.

આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.

કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરીયા તથા મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશીક વેકરીયા, પ્રવિણ માળી, ડૉ. જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના મંત્રીમંડળના કેબનેટ મંત્રી (Cabinet Ministers)ઓ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્યકક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.

આ શપથ વિધિ સમારોહમાં ભાજપા (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ (C.R. Patil), સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સચિવ પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ