અમદાવાદ: અમદાવાદના શહેરના નાગરિકોને કયા પ્રકારની શહેરી સેવાઓ મળે છે, તેને મળતી સેવાઓની ગુણવત્તા કયા પ્રકારની છે, નાગરિકોનું કોર્પોરેશનની નાગરિક સેવાઓને લઈને કેવું મંતવ્ય છે તે બધાનું ફીડબેક મેળવવા માટે કોર્પોરેશન સજ્જ થઈ રહ્યુ છે.
આગામી છ મહિનામાં સંસ્થા ડિજિટલ વેધશાળાની સ્થાપના કરશે. આ માટે એક જ પ્લેટફોર્મ એટલે કે એક ડેશબોર્ડ રચવામાં આવશે. આ પ્લેટફોર્મ પર શહેરના વહીવટીતંત્રના વિવિધ પાસાઓના ડેટા એકત્રિત કરવામાં આવશે, તેનું વિશ્લેષણ કરવામાં આવશે. કોર્પોરેશનની આ ડિજિટલ વેધશાળા મ્યુનિસિપલ અધિકારીઓને ડેટા આધારિત નિર્ણય લેવા અને શહેર માટે નીતિ ઘડવામાં મદદ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ ડિજિટલ વેધશાળાની સ્થાપના માટે રોડમેપ ડિઝાઇન કરવા અને વિકસાવવા સલાહકારની નિમણૂક કરી છે. આ સલાહકાર આગામી છ મહિનાના સમયગાળામાં બે તબક્કામાં તેની કામગીરી હાથ ધરશે.
આ કાર્યોમાં સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL)ના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઇસીસીસી) પર ઉપલબ્ધ ડેટા સહિત હાલના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોલ્યુશન્સ, સંસાધનો, સિસ્ટમ્સ અને સેવાઓના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. શહેરી ડિજિટલ વેધશાળા સેવા વિતરણમાં મદદ કરશે અને જનભાગીદારી તથા પ્રતિસાદની સગવડ પણ આપશે, એમ ટેન્ડર દસ્તાવેજ જણાવે છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
