Vapi News: વાપી જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત ઔદ્યોગિક વસાહતમાં મંગળવારે રાત્રે એક ખાનગી કંપનીમાં અચાનક આગ(Sarigam Fire) લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Sarigam Fire: આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી પ્રમાણે, ઉમરગામ(Umbergaon News)ના ભિલાડ નજીકના સરીગામ ઔદ્યોગિક વસાહત(Sarigam GIDC)માં એક ખાનગી કંપનીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ
આગને પગલે સરીગામ, વાપી, ઉમરગામ સહિતના ફાયર વિભાગ(Fire Department)ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને પગલે બાજુની કંપની આગની લપેટમાં આવે તે પહેલા જ આગ કાબૂમાં આવી ગઈ હતી. દુર્ઘટનાને પગલે સરીગામ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
સામી દિવાળીએ ભારે આર્થિક નુકસાનનો અંદાજ
જોકે આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજી કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આગનું ચોક્કસ કારણ FSLના રિપોર્ટ બાદ જ બહાર આવી શકશે. નોંધનીય છે કે સામી દિવાળીએ કંપનીમાં આગ લાગતા ભારે આર્થિક નુકસાનનો અંદાજ આંકવામાં આવ્યો છે. સરીગામ ફાયર(Sarigam Fire)ની આ ઘટનામાં કંપની(Company Fire)ને થયેલા નુકસાનનો આંકડો હજુ જાણવા મળ્યો નથી.
આ પણ વાંચો: રાજકોટમાં ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ: ફાયર બ્રિગેડની ટીમોએ કાબૂ મેળવ્યો
આ પણ વાંચો: અમરેલી ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો! ₹60 હજારની લેતીદેતીમાં તુફાન ગાડીને આગ ચાંપી, 2 યુવકોનાં મોત
આ પણ વાંચો: સુરતમાં ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ! રોકેટના ધડાકાથી કિરણ ચોકમાં અફરાતફરી
