Banaskantha News/ બનાસકાંઠામાં બાળકોએ ઈન્દ્ર દેવ પાસે માંગ્યો વરસાદ

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચોથાનેસડા શાળામાં ઢૂઢીયા દેવ પર બાળકો દ્વારા જલાભિષેક કરાયો છે..

Top Stories Gujarat

Banaskantha News: બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચોથાનેસડા શાળામાં ઢૂઢીયા દેવ પર બાળકો દ્વારા જલાભિષેક કરાયો છે.

ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠામાં 26 ટકા જ વરસાદ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. વર્ષો જૂની પરંપરા મુજબ બાળકોએ ઇન્દ્રદેવ પાસે વરસાદ માંગ્યો છે. ઇન્દ્રદેવ પર જલાભિષેક કરી બાળકોએ ગરબા રમી ઇન્દ્ર દેવને રીઝવવાની કોશિશ કરી રહ્યાં છે. નાના બાળકોએ પોતાની ભાષામાં વરસાદના દેવતા ઈન્દ્ર દેવ પાસે જવાબ પણ માંગ્યો છે. પોતાની ભૂમિને ભીંજવવાની પણ આજીજી કરી છે.

ચોથાનેસડા શાળામાં ઢૂઢીયા દેવ પર બાળકોએ વરસાદ માંગ્યો છે. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ઘટ છે. આ વર્ષે મેઘરાજા બનાસકાંઠાથી નારાજ થયા હોય તેમ જણાઈ આવે છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ…

આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં હિટ એન્ડ રનમાં એકનું મોત