Gujarat Weather/ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ…

મોટા ભાગના જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે……..

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન કરાયું છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો આવતીકાલે વડોદરામાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 29મી જુલાઈ સોમવારના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબંરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં યલો એલર્ટ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’

આ પણ વાંચો:વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા

આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો