Ahmedabad News/ અમદાવાદ ગ્રામ્યમાં હિટ એન્ડ રનમાં એકનું મોત

પૂરપાટ ઝડપે વાહનો ચલાવવા જોખમભર્યુ બની જતું હોય છે. મોટા શહેરમાં…….

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યમાં હિટ એન્ડ રનમાં એકનું મોત નિપજ્યું છે. બગોદરા વટામણ હાઈવે પર મોડી રાત્રે અજાણ્યા વાહને એક વ્યક્તિને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પૂરપાટ ઝડપે વાહનો ચલાવવા જોખમભર્યુ બની જતું હોય છે. મોટા શહેરમાં અકસ્માતોની વણઝાર જોવા મળે છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર બગોદરામાં અકસ્માતની ઘટના સર્ઝાઈ હતી. મોડી રાત્રે બગોદરા વટામણ હાઈવે અરણેજ બ્રિજ પર અજાણ્યા વાહને એક વ્યક્તિને અડફેટે લેતા ભોગ બનનારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, બાદમાં વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે વાહન ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પરિવારને આ દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. પોલીસ વાહન ચાલકને શોધવા શોધખોળ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ…

આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો

આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો