Diwali special/ દિવાળીનો તહેવાર અબોલ પશુ પક્ષી માટે મોતને નિમંત્રણ

ફટાકડાથી અથવા તો કેટલીક વખત ફટાકડાના તણખા થી અબોલ પશુ પક્ષીઓ ને હાની પહોંચે છે કેટલાક લોકો અમાનવીય કૃત્ય કરતા જાણી જોઈને કોઈ અબોલ પશુ પાસે ફટાકડા ફોડે છે.

Gujarat Trending

Diwali Special: દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે દિવાળીનો તહેવાર ફટાકડા વગર અધુરો માનવામાં આવે છે લોકો ફટાકડા ફોડે છેઅને ઉજવણી કરે છે પરંતુ આ ફટાકડા ઘણા અબોલ જીવ માટે મોત લઈને આવે છે દિવાળી દરમિયાન અબોલ પશુ પંખી નો કેવી રીતે બચાવ કરવો?પેટ લવર્સ એ શું ધ્યાન રાખવું જોઈએ ? પશુ પક્ષીઓમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે ? આવો જાણીએ શું કહે છે પશુ ચિકિત્સક..!

દિવાળીના (Diwali) તહેવારોમાં કેટલાક મોટા અવાજના ફટાકડાથી (Firecrackers) અથવા તો કેટલીક વખત ફટાકડાના તણખા થી અબોલ પશુ પક્ષીઓ ને હાની પહોંચે છે કેટલાક લોકો અમાનવીય કૃત્ય કરતા જાણી જોઈને કોઈ અબોલ પશુ પાસે ફટાકડા ફોડે છે કેટલીક વખત કેટલાક લોકો શ્વાનની પૂંછડી ઉપર પણ ફટાકડા બાંધીને ફોડીને પિશાચી આનંદ લોકો માણતા હોય છે. પરંતુ તેમની બે ઘડી ની મજાક માટે કોઈ મૂંગા પશુનો જીવ પણ જોખામાં મૂકી દેતા હોય છે… તો ક્યારેક અજાણતા કોઈ પશુ પક્ષીને ફટાકડાને કારણે હાની પહોંચતી હોય છે ..દિવાળીના તહેવારોના પાંચ થી છ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અબોલ પશુ પક્ષીઓ સારવાર માટે પશુ ચિકિત્સાલય ખાતે લાવવામાં આવે છે દિવાળીમાં પેટ લવર્સ દ્વારા શું શું તકેદારી રાખવી જોઈએ તેમજ ફટાકડા ના અવાજ થી પ્રાણીઓમાં કેવા લક્ષણો જોવા મળે છે આવો ચિકિત્સક પાસે જાણીએ …

દિવાળીમાં ફટાકડાના અવાજના કારણે થઈને પશુઓ ડરી જઈ ને કોઈ શાંત જગ્યાએ સંતાઈ જાય છે તેઓમાં ચીડીયાપણું જોવા મળે છે તેમજ અમુક વાર તેઓ ઘબરમણ પણ અનુભવે છે પેટ લવર્સ ને પ્રાણીનું બદલાયેલું વર્તન તરત ખબર પડી જાય છે.. ઘણી વાર પશુ પક્ષી ની માનસિક હાલત પણ બગડી જાય છે આવા સંજોગો માં પેટ લવર્સ એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે એવા એરિયા પોતાના પેટ ને રાખવાનું હોય છે જ્યાં ઘોંઘાટ ઓછો થાય ફટાકડાનો અવાજ ના આવે ખાસ નાના પશુ પક્ષીઓ ની ફટાકડાના પ્રકાશના કારણે આખો અંજાય છે.. જેથી આપડે રોડ ઉપર રહેતા પ્રાણીઓ તેમજ આસ પાસ સ્ટ્રીટ ડોગ કે કેટ જેવા પાલતુ પ્રાણીઓ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ

આ શિવાય ઇમર્જન્સી કેસો તેમજ ગંભીર ઈજાઓ સાથે પાંજરાપોળ અનેક અબોલ જીવ લાવવામાં આવે છે…જેમાંથી ઘણા પશુઓની સર્જરી પણ કરવાની ફરજ પડે છે… અમદાવાદ માં અનેક નાના નાના પશુ સારવાર કેન્દ્ર ચાલે છે

 કે જે અબોલ પશુ પક્ષીઓની સારવાર કરે છે અમદાવાદ શહેરમાં આવા નાના-મોટા અનેક ટ્રસ્ટ ચાલે છે એટલે વિચારી શકાય કે દિવાળીના ફટાકડાથી અબોલ પશુ પક્ષીઓને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હશે.

ફટાકડા ને કારણે થતા મોટા અવાજથી પશુ પક્ષીઓ અને ખાસ કરીને નાના કદના પક્ષીઓ ગભરાઈ જતા હોય છે જેનાથી કેટલાક સંજોગોમાં તેમનું હૃદય પણ બંધ પડી જતું હોય છે આ ઉપરાંત આકાશી નજારો માણવા માટે જે ફટાકડા ફોડવામાં આવતા હોય છે તેના તણખા ઊડીને પક્ષીઓ પર ચોંટી જતા હોય છે કેટલીક વખત ઝાડમાં જ્યાં પક્ષીઓ પોતાનો માળો બનાવે છે ત્યાં આ ફટાકડો પહોંચી જતા તેના તણખાથી રાતના સમયે સૂતા પક્ષીઓ પર આ તણખા પડવાથી તેમની સ્થિતિ ગંભીર બની જતી હોય છે અને અવાજથી આસપાસ નો વિસ્તાર ધ્રુજવા લાગે છે જેનાથી તેમને ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થતા જો વધુ માત્રામાં મોટો અવાજ હોય તો તેમનું હૃદય પણ બંધ થઈ જાય છે અને મોતને ભેટે છે મોટેભાગે તેમની પાંખોમાં અથવા તો શરીરના અન્ય કોઈ અંગ ઉપર દાજી જવાના કેસ વધુ આવતા હોય છે આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન આપણી ઘરની આસપાસ રહેતા કુતરા અને બિલાડી જેવા પશુઓ સૌથી વધુ દાઝી જોતા હોય છે કેટલાક લોકો જાણી જોઈને તેમની નજીક ફટાકડો ફોડે છે જેથી તેઓ ગભરાઈને આમથી તેમ દોડાદોડ કરે છે તથા રોડ રસ્તાઓ ઉપર પણ દારૂખાનું અથવા સળગતા કેટલાક ફટાકડા હોય છે જેનાથી તે લોકો દાજી જતા હોય છે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર