Gujarat Weather/ ગુજરાતમાં આજે વરસાદ ત્રાટકશે, કેવું રહેશે હવામાન

કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થશે……..

Top Stories Gujarat Breaking News
Image 2024 08 04T090052.362 ગુજરાતમાં આજે વરસાદ ત્રાટકશે, કેવું રહેશે હવામાન

Gujarat Weather News: ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદ તૂટી પડશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થશે.

રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

આજે સુરત, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 4, 5 અને 6 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


 

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે

આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!

આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન