Not Set/ બીમારીથી કંટાળી વડોદરામાં યુવકે તો અમદાવાદમાં મહિલાએ કર્યો આપઘાત

વડોદરામાં એક યુવકે પોતાની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.શહેરનાં માંજલપુર વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો 35 વર્ષનાં રોહિત જાદવ ઘણાં સમયથી ખેંચની બીમારીથી પીડાતો હતો.આ રોગથી કંટાળીને રોહિતે પોતાના જ ઘરે  ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સોમવારે રાત્રે બીમારીથી કંટાળીને પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. રોહિત સિક્યુરિટીની નોકરી કરતો […]

Top Stories Ahmedabad Gujarat Vadodara

વડોદરામાં એક યુવકે પોતાની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.શહેરનાં માંજલપુર વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો 35 વર્ષનાં રોહિત જાદવ ઘણાં સમયથી ખેંચની બીમારીથી પીડાતો હતો.આ રોગથી કંટાળીને રોહિતે પોતાના જ ઘરે  ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.

સોમવારે રાત્રે બીમારીથી કંટાળીને પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. રોહિત સિક્યુરિટીની નોકરી કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં બીમારીથી કંટાળેલી મહિલાએ આપઘાત કર્યો

અમદાવાદના શહેરના મેમનગર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ સોમવારે સવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા જે ફ્લેટમાં રહે છે તેના ધાબા પરથી જ ઝંપલાવીને તેણે જીવન ટૂંકાવ્યું હતું. મહિલા છેલ્લા ચાર મહિનાથી ઘૂંટણના દુખાવાથી પીડાતી હતી અને તેના કારણે જ તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.