Gujarat Weather/ દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ

નદીઓમાં ઘોડાપૂર આવતા કેટલાય રસ્તાઓ બંધ કરાયા છે………

Top Stories Gujarat Breaking News
Image 2024 08 04T105248.256 દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ

South Gujarat News: નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદ મહેરબાન થયો છે. નદીઓમાં ઘોડાપૂર આવતા કેટલાય રસ્તાઓ બંધ કરાયા છે. અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. ડાંગ જિલ્લાના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. નવસારીમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અંબિકા, પૂર્ણા, કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા આંતલિયા- ઉડાચ વચ્ચે બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના જીવના જોખમને ધ્યાનમાં રાખી નવસારી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. કાવેરી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુશળધાર વરસાદથી બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી પડી રહી છે. ખેતરો પાણીમાં તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચમાં વરસાદ વરસી રહ્યો છે. વાંસદામાં 7.5 ઈંચ, આહવામાં વરસાદ નોંધાયો છે. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને લઇ તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 જેટલાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને લઇ નદીઓના પાણી લો લેવલના બ્રિજ પર થી પસાર થતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું

આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા

આ પણ વાંચો:વલસાડમાં અતિવર્ષા! ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો, લાવરી નદી બે કાંઠે થઈ