Surat News : તાપીમાં શિક્ષમને કલંકિત કરતી ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં સ્કૂલના આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવની વિગત મુજબ તાપીમાં એક સ્કૂલના આચાર્યએ ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી. એટલું જ નહી આચાર્ય પોતાની સાથે સંબંધ રાખવા માટે આ વિદ્યાર્થીનીઓને દબાણ કરતા હતા.
જેના માટે આચાર્ય વિદ્યાર્થીનીઓને 10 માં ધોરણમાં નાપાસ કરરવાની ધમકી આપતા હતા. આચાર્યએ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની બહાર બોલાવી હી. જેને કારણે વિદ્યાર્થીનીઓ રાત્રે હોસ્ટેલ છોડીને ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે હોબાળો મચતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જેને આધારે આ અંગે તપાસ શરૂ થઈ છે.
આ પણ વાંચો: રાજ્યમાં વીજ કરંટથી વધુ 2 લોકોના મોત, યુવતીનું મોત શંકાસ્પદ
આ પણ વાંચો: વડોદરામાં બે કર્મચારીઓને લાગ્યો વીજ કરંટ, ઘટના થઈ CCTVમાં કેદ
આ પણ વાંચો: વડોદરામાં તબીબને અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
