વિશ્વકપનાં હાઇવોલ્ટેજ મુકાબલામાં આજે ભારત-પાકિસ્તાનની ટીમ ઓલ્ડ ટ્રેફર્ડનાં મેદાન પર રમી રહી છે. અહી પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાઝ અહમદે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ હતુ. જે ભારત માટે ફાયદાકારણ રહ્યુ. પહેલા બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્મા અને કે એલ રાહુલની ઓપનીંગ જોડીએ પાકિસ્તાનની વિરુદ્ધ શાનદાર શરૂઆત કરી. બંન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 136 રનની ભાગેદારી થઇ હતી. આ પહેલા વિશ્વકપમાં રમાયેલી 6 મેચોમાં કોઇ ઓપનીંગ જોડીએ 100થી વધુની ભાગેદારી કરી નથી.
Rohit Sharma finally goes for a quite brilliant 140!
Hassan Ali is the man with the wicket, India are 234/2. #CWC19 | #INDvPAK pic.twitter.com/rJf8ejAVdw
— ICC Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
તાજા જાણકારી મુજબ રોહિત શર્મા 113 બોલમાં 140 રન બનાવીને હસન અલીનાં બોલમાં આઉટ થઇ ગયો છે.
122* v 🇿🇦
57 v 🇦🇺
50* v 🇵🇰 todayThe Hitman continues his sublime #CWC19 form 👌 pic.twitter.com/B9HVSifDnN
— ICC Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિશ્વકપ 2019નાં આ મુકાબલામાં ભારતીય જોડીએ શરૂઆતમાં સંભાળીને રમવાનું શરૂ કર્યુ. એક વખત આંખો બોલ પર સેટ થઇ ગયા બાદ બંન્નેએ પાકિસ્તાની બોલરોની જબરદસ્ત ધોલાઇ કરી હતી. બંન્નેએ પહેલી વિકેટ માટે કુલ 136 રનની ભાગેદારી કરી. આ પાર્ટનરશીપને વહાબ રિયાઝે તોડી હતી. અહી રાહુલ 57 રન બનાવીને આઉટ થયો હતો. સાથે આ ઓપનીંગ જોડીએ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. વિશ્વકપમાં પાકિસ્તાનની વિરુદ્ધ કોઇપણ ભારતીય ઓપનીંગ જોડીએ પહેલી વખત 100થી વધુની પાર્ટનરશીપ કરી હતી.
Rahul brings up his 50 with a six!#CWC19 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/zTW8RH68rJ
— ICC Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ભારત તરફથી આક્રમક બેટિંગ કરતા રાહુલ-રોહિતની જોડી વિશ્વકપમાં પાકિસ્તાનની વિરુદ્ધ પહેલી વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશીપનાં મામલામાં ચોથા નંબર પર પહોચી ગઇ છે. આ પહેલા ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વકપમાં રમાઇ ગયેલ 6 મુકાબલામાં કોઇ પણ ભારતીય ઓપનીંગ જોડી 100થી વધુની પાર્ટનરશીપ કરી શકી નથી. 1992નાં વિશ્વકપમાં અજય જાડેજા અને શ્રીકાંતની વચ્ચે 25 રનોની પાર્ટનરશીપ થઇ હતી. 1996માં નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેડુંલકરની વચ્ચે 90 રનોની પાર્ટનરશીપ થઇ હતી. વર્ષ 1999માં સચિન તેડુંલકર અને સદગોપન રમેશે 37 રન જોડ્યા હતા. વળી 2003માં વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેડુંલકરે ધમાકેદાર શરૂઆત કરતા 53 રનોની પાર્ટનરશીપ કરી હતી. વળી આ પહેલા વિશ્વકપમાં રોહિત શર્મા અને શિખર ધવને 34 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
