Not Set/ મસૂદ અઝહરને આજે જ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરશે UN, ચીન પરત લેશે તેની વીટો

લાંબા સમયથી દરેક હિન્દુસ્તાની જે નિર્ણય રાહ જોઈ રહ્યા હતા આખરે એ થઇ જ ગયો.પુલવામા આતંકી હુમલાનો આરોપી જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરને આજે સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ ટેરરિસ્ટની જાહેરાત કરી શકે છે. ભારત છેલ્લા ઘણા સમયથી આ પ્રયાસમાં લાગેલું હતું, પરંતુ ચીન તેના વીટો પાવરનો ઉપયોગ કરી અટકાવી રહ્યું હતું. હવે ચીન પણ આ માટે […]

Top Stories World
rero મસૂદ અઝહરને આજે જ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરશે UN, ચીન પરત લેશે તેની વીટો

લાંબા સમયથી દરેક હિન્દુસ્તાની જે નિર્ણય રાહ જોઈ રહ્યા હતા આખરે એ થઇ જ ગયો.પુલવામા આતંકી હુમલાનો આરોપી જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરને આજે સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ ટેરરિસ્ટની જાહેરાત કરી શકે છે. ભારત છેલ્લા ઘણા સમયથી આ પ્રયાસમાં લાગેલું હતું, પરંતુ ચીન તેના વીટો પાવરનો ઉપયોગ કરી અટકાવી રહ્યું હતું. હવે ચીન પણ આ માટે સહમત થઇ ગયું છે અને તેની વીટો પાવરને દૂર કરવા તૈયાર છે.

આ દરખાસ્ત સંયુક્ત રીતે અમેરિકા, યુકે અને ફ્રાંસની તરફથી રજૂ કરવામાં આવી હતી, જેના પછી ચીન પર ઘણું દબાણ હતું. ભારત એક દાયકાથી કોશિશ કરી રહ્યું હતું કે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવે. પરંતુ ચીન ચાર વખત અટકાવી ચૂક્યું હતું. હવે જ્યારે પુલવામા આતંકી હુમલો થયો, તો ભારતએ વધુ દબાણ કર્યું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલા બાદ, ભારતએ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવાનો પ્રયત્નો વધુ તીવ્ર કર્યા હતા. આ દરખાસ્ત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને આ બાબતે લાવવામાં આવી હતી. પરંતુ ચીનએ તેનો ભંગ કર્યો અને તેને અટકાવ્યો. તે પછી, યુનાઈટેડ સ્ટેટ્સ, ફ્રાંસ અને યુકેએ ભારતના પ્રસ્તાવને આગળ ધકેલ્યો અને હવે ચીનને દબાણમાંથી પસાર થવું જ પડ્યું.

આપને જણાવી દઈએ કે આવું પહેલી વાર થશે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાના કારણે એક આતંકવાદીને વૈશ્વિક આતંકવાદ જાહેર કરવામાં આવશે.અગાઉ, મુંબઈ હુમલા પછી હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદ જાહેર કરાયો હતો. મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકાયો તે ભારતની રાજદ્વારી વિજય માનવામાં આવે છે.