Not Set/ સૂતી વખતે માથા પાસે ન રાખો આટલી વસ્તુઓ, નહીં તો થશે મોટું નુકસાન

વાસ્તુના નિયમો પ્રમાણે જોઈએ તો કેટલીક વસ્તુઓ એવી હોય છે  જેને સૂતી વખતે માથા પાસે રાખવાથી નકારાત્મકતા અને  અશુભ બાબતો વધે છે.  તમે પણ આ બાબતનો ખ્યાલ રાખો અને રાત્રે સૂતી વખતે માથા પાસે આટલી વસ્તુઓ ક્યારેય ન રાખશો. આધુનિક મશીન યંત્રો હંમેશાં મશીનના કારણે પોતાની જાતે જ ચાલે છે. જે મન અને શરીરની શાંતિને […]

Trending Lifestyle
bed room સૂતી વખતે માથા પાસે ન રાખો આટલી વસ્તુઓ, નહીં તો થશે મોટું નુકસાન

વાસ્તુના નિયમો પ્રમાણે જોઈએ તો કેટલીક વસ્તુઓ એવી હોય છે  જેને સૂતી વખતે માથા પાસે રાખવાથી નકારાત્મકતા અને  અશુભ બાબતો વધે છે.  તમે પણ આ બાબતનો ખ્યાલ રાખો અને રાત્રે સૂતી વખતે માથા પાસે આટલી વસ્તુઓ ક્યારેય ન રાખશો.

આધુનિક મશીન

યંત્રો હંમેશાં મશીનના કારણે પોતાની જાતે જ ચાલે છે. જે મન અને શરીરની શાંતિને અવરોધે છે માટે ઘડિયાળ, મોબાઇલ, ડિજિટલ પર્સ, લેપટોપ, ટીવી,વીડિયો ગેમ જેવા યાંત્રિક સાધનો માથા પાસે રાખીને ન સૂવુ જોઈએ. વળી વિજ્ઞાનની રીતે જોઈએ તો પણ આ પદાર્થોમાંથી નીકળનારા તરંગો મગજને નુકસાન કરે છે તેથી પણ આ વસ્તુઓ માથાના ભાગે ન રાખવી.

પર્સ

પર્સને ક્યારેય માથાના ભાગે રાખીને ન સૂવુ જોઈએ. તેના કારણે કારણ વિનાનો ખર્ચ વધે છે. ધન એટલે લક્ષ્મી કે કુબેરનો વાસ હંમેશાં તિજોરીમાં હોય છે જેથી તેને વ્યવસ્થિત રીતે જ રાખવું.

દોરી કે સાંકળ જેવી વસ્તુ

દોરી,જાડી રસ્સી કે સાંકળ જેવી વસ્તુઓ પણ સૂવાના ભાગે ન રાખવી. વાસ્તુના નિયમ પ્રમાણે જાડું દોરડું, કે સાંકળ અશુભ પ્રભાવ મૂકતા હોય છે.

ન્યૂઝ પેપર, મેગેઝિન

વર્તમાન પત્ર અને મેગેઝિન વાંચતા વાંચતા કેટલાક લોકોને સૂવાની ટેવ હોય છે અને પછી સૂતા સૂતા છાપા અને સામયિક ઓશિકા પાસે જ રહી જતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ બાબતને યોગ્ય માનવામાં નથી આવતી.   કારણ કે તેમાં આપેલી ઘણી બાબતો દ્વારા જીવનમાં શુભાશુભ અસરો થતી હોય છે. જોકે વાસ્તુના ઘણા નિયમો હોય છે તેથી કોઈ પણ નિયમ અપનાવતા પહેલા વાસ્તુ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ.