Not Set/ ઉજ્જૈનમાં એક કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલ પર ફેકાઈ શાહી

ઉજ્જૈન, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની યાત્રાએ ઉજ્જૈન પહોચેલા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને એક કાર્યક્રમ દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો છે. શનિવાર રાત્રે ઉજ્જૈનમાં ઈન્દોર રોડ સ્થિત મેઘદૂત હોટલમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હાર્દિક પટેલ પર ત્યાં હાજર રહેલા એક યુવાને શાહી ફેકી હતી અને તેઓ વિરુધ નારેબાજી કરી હતી. શાહી ફેંકનારા મિલિંદ આ […]

India
kk ઉજ્જૈનમાં એક કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલ પર ફેકાઈ શાહી

ઉજ્જૈન,

પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની યાત્રાએ ઉજ્જૈન પહોચેલા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને એક કાર્યક્રમ દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો છે. શનિવાર રાત્રે ઉજ્જૈનમાં ઈન્દોર રોડ સ્થિત મેઘદૂત હોટલમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હાર્દિક પટેલ પર ત્યાં હાજર રહેલા એક યુવાને શાહી ફેકી હતી અને તેઓ વિરુધ નારેબાજી કરી હતી.

શાહી ફેંકનારા મિલિંદ આ કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલનો વિરોધ કરતા જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, હાર્દિક પટેલને મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરવા નહિ દઈએ. કારણ કે, હાર્દિકે પાટીદારોની સાથે આરક્ષણના નામે માત્ર રાજનીતિ જ કરી છે.

જો કે ત્યારબાદ શાહી ફેંકનારા યુવક ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ઉજ્જૈનમાં ઈન્દોર રોડ સ્થિત મેઘદૂત હોટલ પર શનિવાર રાત્રે ૯ વાગ્યા અને ૧૫ મિનીટ પર ઘટી હતી, જ્યાં તેના સ્વાગત દરમિયાન શાહી ફેંકાઈ હતી. શાહી ફેંકનારા વ્યક્તિનું નામ મિલંદ ગુર્જર બતાવવામાં આવી રહ્યું છે.

નોધનીય છે કે, હાલ હાર્દિક પટેલ મધ્યપ્રદેશની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ અલગ અલગ જગ્યાએ ખેડૂતો સાથે મળી રહ્યા છે અને તેઓના કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

https://twitter.com/HardikPatel_/status/982669429547954176?s=20

હાર્દિક પટેલે આ ઘટના બાદ ટ્વિટ કરીને જણાવ્યું કે, “મારા પર શાહી ફેંકીને ભાજપા કાર્યકર્તાઓએ ઉજ્જૈનમાં મારું સ્વાગત કર્યું છે. શાહી ફેંકનારાઓને અમે માફ કરી દીધા છે. અમારી લડાઈ ચાલુ છે. ગોળીઓથી નથી ડરતો, તો શાહીથી કેવી રીતે ડરું. મારા સાથે Y સિક્યોરિટી ચાલે છે, મારી જેવી વ્યક્તિ સલામત નથી, તો સામાન્ય જનતા કેવી રીતે હોય.

મહત્વનું છે કે, શુક્રવારે હાર્દિક પટેલે કહ્યું હતું કે, “કોંગ્રેસ દ્વારા જ્યોતિરાદિત્ય સિઁધિયાને મધ્યપ્રદેશની વિધાનસભાની ચુંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારી તરીકે રજૂ કરવામાં આવે છે તો તેઓ તેનો વિરોધ નહીં કરે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે, સિંધિયાને જ આગળ લાવવા જોઈએ”.