Cricket/ એશિયા કપ આ દેશમાં રમાશે, BCCIના અધ્યક્ષ સૈારવ ગાંગુલીએ કરી જાહેરાત

દેશમાં આર્થિક અને રાજકીય સંકટને કારણે બોર્ડ એશિયા કપ T20 ની આગામી આવૃત્તિની યજમાની કરવાની સ્થિતિમાં નથી

Top Stories Sports
4 32 એશિયા કપ આ દેશમાં રમાશે, BCCIના અધ્યક્ષ સૈારવ ગાંગુલીએ કરી જાહેરાત

એશિયા કપ 2022 હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ મુંબઈમાં યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ આ માહિતી આપી હતી. અગાઉ આ ટૂર્નામેન્ટ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં યોજાવાની હતી. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે અને તે T20 ફોર્મેટમાં રમાશે.ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, “એશિયા કપ UAEમાં યોજાશે કારણ કે તે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વરસાદ પડતો નથી.

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને જણાવ્યું હતું કે દેશમાં આર્થિક અને રાજકીય સંકટને કારણે બોર્ડ એશિયા કપ T20 ની આગામી આવૃત્તિની યજમાની કરવાની સ્થિતિમાં નથી. SLCનું આ નિવેદન લંકા પ્રીમિયર લીગ (LPL)ની ત્રીજી સીઝન સ્થગિત કર્યા બાદ આવ્યું છે.

27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે, છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈનો સમાવેશ કરતી છ ટીમની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી શરૂ થશે.