ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ દાહોદના કેશરપુરમાં વિજ્ય ઉમેદવારના ઘર પર તોડફોડ કરવામાં આવી, હારેલા ઉમેદવારે કર્યો હુમલો…

આ હુમલામાં ઘર,બાઇક સહિત ડીજે સાઉન્ડ સિસ્ટમને ભારે નુકશાન પોહચાડ્યું છે. જેના લીધે પોલીસ એલર્ટ થઇ ગઇ છે. અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

Top Stories Gujarat
dahod દાહોદના કેશરપુરમાં વિજ્ય ઉમેદવારના ઘર પર તોડફોડ કરવામાં આવી, હારેલા ઉમેદવારે કર્યો હુમલો...

દાહોદ સીંગવડના કેશરપુરમાં તોડફોડની ઘટના
વિજેતા ઉમેદવાર હિતેશભાઈના ઘરે કરી તોડફોડ
હારેલા ઉમેદવારએ લોકો ભેગા કરી કર્યો હુમલો
ઘર, બાઇક,ડી.જે સાઉન્ડ સીસ્ટમ, 5 વાહનોને નુકસાન
જિલ્લા પોલીસવડા અને કલેક્ટરે લીધી મુલાકાત

ગુજરાતની 8684 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરી સવારથી જ શરુ થઇ ગઈ ગઈ છે. રાજ્યમાં સરપંચના પદ માટે 27,200 જયારે 1,19,998 લોકોએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલવાની શરૂઆત થઇ ગઇ છ,આ બેલેટ પેપરથી ચૂંટણી થતી હોવાથી પરિણામમાં થોડી વાર લાગી રહી છે,જેમ જેમ પરિણામ આવી રહ્યા છે તેમ તેમ સંઘર્ષના બનાવો પણ સામે આવી રહ્યા છે, મારપીટની ઘટનાઓ પણ સામે આવી રહી છે. દાહોદ સીંગવડના કેશરપુરમાં તોડફોડની ઘટના ઘટી છે.સીંગવડના કેશરપુરમાં હિતેશભાઇ જીતી ગયા હતા તેમની સામે હારેલા ઉમેદવારે લોકોને ભેગા કરીને જીતેલા ઉમેદવારના ઘર પર હુમલો કર્યો હતો. ,આ હુમલામાં ઘર,બાઇક સહિત ડીજે સાઉન્ડ સિસ્ટમને ભારે નુકસાન પોહચાડ્યું છે. જેના લીધે પોલીસ એલર્ટ થઇ ગઇ છે. અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.